મોરબીમાં જાહેરનામાનો ભંગ કરી દુકાનો ખુલ્લી રાખનાર 9 લોકો સામે ગુનો દાખલ

- text


કોરોનાના પગલે પ્રસિદ્ધ કરાયેલા જાહેરનામાનો ચુસ્તપણે અમલ કરાવતી એ અને બી ડિવિઝન પોલીસ

મોરબી : મોરબીમાં કોરોનાની મહામારીથી બચવાના ભાગરૂપે પ્રસિદ્ધ કરાયેલા જાહેરનામાનો અનેક લોકોએ ભંગ કરીને દુકાનો ચાલુ કરી હતી. ત્યારે એ ડિવિઝન અને બી ડીવિઝન પોલીસે પેટ્રોલીંગ કરીને 9 દુકાનદારોને પકડી પાડ્યા હતા. આ તમામ સામે જાહેરનામા ભંગનો ગુનો દાખલ કરી આગળની ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.

- text

પ્રાપ્ત થતી વિગત મુજબ મોરબી એ અને બી ડીવિઝન પોલીસે આજે જાહેરનામાનો ભંગ કરીને દુકાનો ખુલ્લી રાખનાર વેપારીઓ સામે કડક હાથે કામગીરી હાથ ધરી હતી. જેમાં એ ડિવિઝન પોલીસે જુના બસ સ્ટેન્ડ પાસે પાનની દુકાન ધરાવતા સુરેશભાઈ ચેનમલભાઈ પારવાણી, બાપાસીતારામ ચોકમાં ચાની લારી વાળા હમીરભાઈ જગરામભાઈ પઢારિયા, સોનિબજારમાં ચાવાળા રસિકભાઈ લક્ષ્મીકાંતભાઈ મહેતા અને ગ્રીન ચોકમાં ફરસાણવાળા ઉમેશભાઈ પ્રવીણભાઈ પઢીયાર સામે ગુનો દાખલ કર્યો હતો.

જ્યારે બી ડિવિઝન પોલીસે નટરાજ ફાટકે ચાની કેબીનવાળા ભરતભાઇ લખમણભાઈ ગમારા, જ્યંતિભાઈ વિઠલભાઈ માલણીયા, વિજયનગરમાં પાનની દુકાનવાળા કરીમભાઈ મુસાભાઈ સુમરા, નવલખી રોડ ઉપર પાનની દુકાન ધરાવતા ભવાનભાઈ દેવજીભાઈ પરમાર તેમજ લાયસન્સનગર મેઈન રોડ ઉપર પાનની દુકાન ધરાવતા ધીરજભાઈ કાંતિભાઈ સંઘાણી સામે ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

- text