કોરોના અપડેટ : આજે રાત્રે 12 વાગ્યાથી મોરબી સહીત સમગ્ર રાજ્ય લોકડાઉન

- text


મોરબી : હાલની કોરોનાની પરિસ્થિતિને ધ્યાને લઈને રાજ્યમાં મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેમાં અત્યારે રાજ્યના ડીજીપી શિવાનંદ ઝાએ સમગ્ર રાજ્યને આજે રાત્રે 12 વાગ્યાથી લોકડાઉન કરવાનું જાહેર કર્યું છે.

સમગ્ર વિશ્વમાં હાહાકાર મચાવનાર કોરોના વાયરસે ગુજરાતમાં કહેર મચાવવાનું શરૂ કર્યું છે. જો કે આ વાયરસ વધુ વિનાશ વેતરે તે પૂર્વે જ રાજ્ય સરકારના આદેશ પ્રમાણે તમામ જિલ્લામાં તંત્ર ખૂબ કડકાઇથી પ્રિકોશનના પગલાઓ લઈ રહ્યા છે. જો કે ગઈકાલે સરકારે રાજકોટ, અમદાવાદ, સુરત, વડોદરા સહિતના થોડા જ શહેરોને લોકડાઉન જાહેર કર્યા હતા. પરંતુ હવે સમગ્ર રાજ્યને  31મી માર્ચ સુધી લોકડાઉન કર્યું છે.

રાજ્યના ડીજીપી શિવાનંદ ઝાએ આજે રાત્રે 12 વાગ્યાથી સમગ્ર રાજ્યને લોકડાઉન કરવાની સત્તાવાર જાહેરાત કરી છે. જેથી મોરબી પણ આજે રાત્રે 12 વાગ્યાથી લોકડાઉન થવાનું છે.

- text

લોકડાઉન એટલે શું?

લોકડાઉન એક ઈમરજન્સી વ્યવસ્થા છે. જે એપિડેમિક અથવા કોઈ આપત્તિના સમયમાં કોઈ ચોક્કસ વિસ્તારમાં સરકારી રીતે અમલમાં મૂકવામાં આવે છે. લોક ડાઉનની સ્થિતિમાં તે ક્ષેત્રના લોકોને ઘરમાંથી બહાર નીકળવાની અનુમતિ આપવામાં આવતી નથી. જીવન જરૂરિયાતની વસ્તુઓ જેવીકે કરિયાણાની દુકાનો, મેડિકલ સ્ટોર, જરૂરી ખાદ્ય ચીજો તેમજ શાક- ફળની દુકાનો, પેટ્રોલ પંપ, દવાખાના ચાલુ રહે છે. લોકોને  દવા, અનાજ અને જરુરી ચીજવસ્તુઓ માટે જ બહાર આવવાની મંજૂરી મળે છે.

- text