લોકો કામ વગર બહાર ન નીકળે, સરકારના સૂચનોનું પાલન કરે : કાંતિલાલ અમૃતિયાની જાહેર અપીલ

- text


કોરોનાને પહોંચી વળવા માટે તંત્રને સાથ સહકાર આપવા અનુરોધ

મોરબી : હાલ કોરોના સામે તમામ લોકોએ જાગૃત બનવું જરૂરી છે. લોકો કામ વગર બહાર ન નીકળે આજે સરકારના સુચનોનું ચુસ્ત રીતે પાલન કરે જેથી કોરોનાની આ મહામારી ઉપર આપણે નિયંત્રણ મેળવી શકીએ. તેમ મોરબીના પૂર્વ ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયાએ જણાવ્યું છે.

કોરોનાનો કહેર મોરબી જિલ્લાને ન સ્પર્શે તે માટે જિલ્લાનું વહીવટી તંત્ર, પોલીસ તંત્ર અને આરોગ્ય તંત્ર સંયુક્ત રીતે કમર કસી રહ્યું છે. જન આરોગ્યને ધ્યાને રાખીને તંત્રના તમામ વાહકો દ્વારા પ્રિકોશનના પગલાઓનો ધમધમાટ ચાલી રહ્યો છે. ત્યારે મોરબીના પૂર્વ ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયા પણ મોરબી શહેર અને તાલુકાની પરિસ્થિતિ ઉપર સતત ચાંપતી નજર રાખીને અધિકારીઓ સાથે સંકલન કરી રહ્યા છે.

- text

તેઓએ મોરબીની જનતા જોગ જાહેર અપીલ કરી છે કે કોરોના વાયરસને નાથવા લોકોએ ડીસીપ્લીન સાથે સરકારના સૂચનોનું પાલન કરવું જોશે. લોકોએ કામ વગર બહાર ન નીકળવું અને જો કોઈ સમસ્યા હોય તો તુરંત જ જાણ કરવાનું અંતમાં જણાવ્યું છે.

- text