વાંકાનેરમાં આધેડે ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું

વાંકાનેર : વાંકાનેરમાં આધેડે ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું હતું. બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર વાંકાનેરમાં ગાયત્રી મંદિર રોડ ઉપર હનુમાન મંદિર પાછળના ભાગમાં રહેતા દીપકભાઈ ગોવિંદભાઈ રાતોજા (ઉ.વ. 57) એ અજાણ્યા કારણોસર તેના ઘરમાં ગળેફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો. આ બનાવની વાંકાનેર સીટી પોલીસે નોંધ કરીને ધોરણસરની કાર્યવાહી કરી હતી.