ટંકારામાં લજાઈ ચોકડી પાસે ડમ્પર અને બાઈક વચ્ચે અકસ્માત, એકને ઇજા

- text


ટંકારા : આજે ટંકારામાં લજાઈ ચોકડી પાસે ડમ્પર અને બાઈક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં બાઈકચાલકને ઇજા પહોંચતા તેમને હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે.

- text

આજે તા. 29ના રોજ ટંકારામાં લજાઈ ચોકડી પાસે રાજકોટ-મોરબી રોડ પરથી જડેશ્વર રોડ પર જતા બાઈક અને રેતી ભરેલા ડમ્પર વચ્ચે અકસ્માત થયો હતો. આ અકસ્માતમાં બાઈકચાલકને ઇજા પહોંચી હતી. આથી, તેઓને સારવાર અર્થે મોરબીની ખાનગી ખસેડવામાં આવ્યા છે. આ અકસ્માતમાં બાઇક નં. GJ-36-E-3479 ડમ્પર નીચે કચડાઈ ગયું હતું. અને બાઇકને મોટા પ્રમાણમાં નુકસાન પહોંચ્યું હતું. આ બનાવમાં બાઇકસવારનું નામ બહાદુર અને લજાઈ ગામના જ રહેવાસી હોવાનું જાણવા મળ્યું છે.

- text