લજાઇના યુવાનોએ ગરીબ બાળકોને ભાવતા ભોજનિયાં કરાવી પ્રેરણાદાયી કાર્ય કર્યું

ટંકારા : લજાઇના રહેવાસી રાજ પંડ્યા સહિતના યુવાનો દ્વારા પછાત વિસ્તારમાં જઈ ગરીબ બાળકોને ભાવતા ભોજનિયાં કરાવ્યા હતા. ભોજન બાદ બાળકોને આઈસ્ક્રીમનું વિતરણ કરવામાં આવ્યું હતું. તેમજ બાળકો સાથે સમય વ્યતીત કરી તેઓને યોગ્ય શિખામણ આપવામાં આવી હતી.

ઉલ્લેખનીય છે કે રાજ પંડ્યા તથા R. B. Brothers ગ્રુપ દ્વારા ગુજરાતભરમાં નિયમિત રીતે આવા ઉમદા કાર્યો કરવામાં આવે છે અને તેના થકી સમાજના લોકોને સેવા ભાવના રાખવાનો સંદેશ આપવામાં આવે છે.