મોરબી જિલ્લામાં નર્મદા કેનાલની કામગીરીમાં અડચણરૂપ તત્વો સામે કડક કાર્યવાહી કરાશે : નીતિન પટેલ

- text


મોરબી : મોરબી જિલ્લામા થતી પાણી ચોરી તેમજ કેનાલના કામમાં થતા અવરોધ મામલે નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલે જણાવ્યુ કે, નર્મદા કેનાલની કામગીરીમાં અડચણરૂપ બનતા કોઇપણ તત્વો સામે પોલીસ તંત્રનો સહયોગ લઇ કાયદા અનુસાર કાર્યવાહી કરશે.મોરબી માળિયા તાલુકામાં નર્મદા પ્રશાખા અને પ્રપ્રશાખાની બાકી કામગીરીના પ્રશ્નના ઉત્તરમાં નાયબ મુખ્યમંત્રીએ જણાવ્યું કે, નર્મદા કેનાલની સમયસરની કામગીરીને લઇ મોરબી અને સુરેન્દ્રનગર જિલ્લામાં કૃષિ, પશુપાલન અને ઔદ્યોગિક ક્ષેત્રે ખુબ સમુદ્ધ બન્યો છે.

નાયબ મુખ્યમંત્રીએ એમ પણ જણાવ્યું કે, સરદાર સરોવર બંધના દરવાજાને તત્કાલિન મંખ્યમંત્રી અને પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીએ પદભાર સંભાળતા માત્ર ૧૭ દિવસમાં જ મંજૂરી આપી હતી. આ ત્વરિત નિર્ણયથી આજે રાજ્યના છેવાડાના વિસ્તારોને પાણી મળી રહ્યું છે અને ખડૂતો સમૃદ્ધ બની રહ્યા છે.

- text

નાયબ મુખ્યમંત્રીએ છેવાડાના વિસ્તારોમાં પાણી મળતુ નથી તેવી રજૂઆતના સંદર્ભે જણાવ્યું કે, પાણી વિતરણમાં ખેડૂતો ગેરકાયદેસર રીતે પાણી ખેંચી રહ્યા છે ત્યારે ગૃહના તમામ સભ્યોને પાણી વિતરણમાં ગેરકાયદેસર પાણી ખેંચવાની પ્રવૃત્તિને બંધ કરાવવા સહકાર આપવા ખાસ અપીલ કરી હતી જેથી છેવાડાના વિસ્તારોમાં પૂરતા પ્રમાણમાં પાણી પહોંચાડી શકાય અને ખેડૂતોને વધુ સારી રીતે લાભ મળી શકે.

નાયબ મુખ્યમંત્રીએ જણાવ્યું કે, મોરબી અને માળીયા તાલુકાની નર્મદા પ્રશાખા અને પ્રપ્રશાખાની કામગીરી વર્ષ-૨૦૨૦-૨૧માં પર્ણ કરવાનું આયોજન છે.

- text