મોરબીમાં બે સ્થળે જુગાર રમતા ત્રણ મહિલા સહિત પાંચ શખ્સો ઝડપાયા

- text


મોરબી : મોરબીમાં પોલીસે બે સ્થળે જુગાર રમતા ત્રણ મહિલા સાહિત પાંચ શખ્સોને ઝડપી લીધા હતા.

- text

આ બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર મોરબી સીટી બી ડીવીજન પોલીસ સ્ટાફે સામાકાંઠે ત્રાજપર ઓરીએન્ટલ બેંક વાળી શેરી જાહેર રોડ ઉપર જુગાર રમતી આશાબેન ગોવીંદભાઇ અદગામા, મિનાબેન અવચરભાઇ સનુરા, દિવુબેન કરમસીભાઇ સીણજીયાને તીનપતીનો જુગાર રમતા રોકડા રૂપીયા ૭૦૦ સાથે ઝડપી લીધી હતી. જ્યારે એ ડિવિઝન પોલીસ સ્ટાફે નગરપાલીકાના પાર્કીગની દિવાલ પાસે ગાંધીચોકમાં જુનેદભાઇ મામદભાઇ ખુરેશી, મોસીનભાઇ મામદભાઇ ખુરેશીને નોટ વડે નોટનંબરીનો નોટના નંબર બોલી નશીબ આધારીત પૈસાની હારજીતનો જુગાર રમતા રોકડ રૂપીયા-૬૦૦ સાથે ઝડપી લીધા હતા.

- text