હળવદમાં ડિવાઈડર સાથે બાઇક અથડાતા યુવકનુ મોત

- text


હળવદ : હળવદ-ધ્રાંગધ્રા હાઇવે પર પુરપાટ વેગે જઈ રહેલા બાઇક ચાલકનું ડિવાઈડર સાથે બાઇક અથડાતા માથાના ભાગે ગંભીર ઇજા થવાથી મોત નીપજ્યુ છે.

- text

હાલ ટિકર ગામે વાડીમાં રહેતા મૂળ ખડલા, તા. કવાટ, જી. છોટાઉદેપુરના સતિષભાઈ ભંગિયાભાઈ તડવી ભીલ (ઉં.વ.28) નામનો આદિવાસી યુવાન ગત 21 તારીખના રોજ હળવદ-ધ્રાંગધ્રા હાઇવે પર જીઆઈડીસી પાવર હાઉસ પાસેથી બાઇક નંબર GJ 34 E 5467 લઈને પસાર થઈ રહ્યો હતો ત્યારે પુરપાટ વેગે જઈ રહેલા યુવકનું બાઇક રોડ ડિવાઈડર સાથે અથડાયું હતું. અકસ્માતના પગલે ઘાયલ યુવકને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયો હતો. જ્યાં માથામાં થયેલી ગંભીર ઇજાની સારવાર દરમ્યાન ગઈ કાલે યુવકે દમ તોડી દીધો હતો. યુવકના મોત અંગે હળવદ પો.સ્ટે.ને જાણ થતા આઇપીસી કલમ 279, 304 (અ) તથા એમ.વી.એક્ટ કલમ 177, 184 હેઠળ ગુન્હો નોંધી પો.કોન્સ. બી.એમ.આલ દ્વારા કેસના કાગળો તૈયાર કરવાની કાર્યવાહી હાથ ધરાઈ છે.

- text