હળવદના રુદ્ર ટાઉનશીપના ગેટ નંબર એક પર જુગારીઓનો ત્રાસ : પોલીસ કાર્યવાહીની માંગ

- text


સોસાયટીના સામાજિક કાર્યકરે ટપારતા જુગારીઓ લાજવાને બદલે ગાજયા

હળવદ: હળવદ શહેરમાં આવેલ રુદ્ર ટાઉનશીપ ના ગેટ નંબર એક પર પાછલા દસેક દિવસથી રાત પડેને જુગારીઓનો દિવસ ઉગ્યો હોય તેમ અડ્ડો જમાવી બેસી જતા હોવાનું સોસાયટીમાં રહેતા લોકો જણાવી રહ્યા છે ત્યારે અહીં જુગારના ખેલ ખેલતા તત્વો પર પોલીસ યોગ્ય કાર્યવાહી કરે તે જરૂરી બન્યું છે આજે તો મોડી રાત્રીના સોસાયટીમાં રહેતા એક સામાજિક કાર્યકર દ્વારા જુગારીઓને ટપારતા જુગારીઓને માઠું લાગ્યું હતું અને પોતે અહીં કોઈ સારું કામ કરવા બેઠા હોય તેમ બરાડા પાડતા નજરે પડ્યા હતા જોકે બનાવને પગલે પોલીસ ઘટનાસ્થળે દોડી આવી હતી

હળવદ શહેરમાં સરા રોડ પર આવેલ રુદ્ર ટાઉનશીપ ના ગેટ નંબર એક પર આવેલ દુકાન પર રાત પડતાંની સાથે જ જુગારી ઓ અડ્ડો જમાવી બેશી જતા હોવાની લોકોમાં ફરિયાદ ઉઠવા પામી છે ત્યારે અહીં જુગારીઓ પોતાના વાહનો રસ્તા પર જેમ-તેમ મૂકી દેતા હોવાને કારણે સોસાયટીના રહીશો પસાર થાય તો તેઓને ભારે મુશ્કેલી વેઠવી પડતી હોય છે ત્યારે આજે આ સમસ્યાને લઇ સોસાયટીમાં રહેતા સામાજિક કાર્યકર દ્વારા જુગારીઓને અહીં જુગાર ન રમવાનું જણાવતા જુગારીઓને માઠું લાગી આવ્યું હતું અને પોતે અહીં કોઈ સારું કામ કરવા બેસતા હોય તેમ રૂવાબ કરતા જોવા મળ્યા હતા જોકે પોલીસને જાણ કરતા પોલીસ રુદ્ર ટાઉનશીપ ખાતે દોડી આવી હતી જોકે કોઇ જુગારીઓને ઝડપી યા ન હોવાનું જાણવા મળ્યું છે

- text

અહીં રુદ્ર ટાઉનશીપ મા રહેતા પપ્પુભાઈ ઠાકોર એ જણાવ્યું હતું કે પાછલા દસેક દિવસથી અહીં રાત થતાની સાથે જ અમારી સોસાયટીના ગેટ નંબર એક પર આવેલ દુકાને જુગારીઓ પોતાના વાહનો રસ્તા ઉપર મૂકી મોડી રાત સુધી અહીં જુગાર રમતા જોવા મળે છે જોકે આ અંગે પોલીસને જાણ કરવા છતાં પણ પોલીસ કોઇપણ પ્રકારની કાર્યવાહી કરતી નથી સાથે અહિના દુકાનદારને પણ અહીં જુગારીઓને જુગાર ન રમવા દેવાનું કહેતા દુકાનદાર પણ કોઈનું માનવા તૈયાર નથી.!

તેમજ સોસાયટીના ખૂણે જ જુગારીઓ મોડી રાત સુધી જુગાર રમતા હોય અને બુમ બરાડા પાડતા હોવાને કારણે સોસાયટીમાં રહેતા રહીશો પણ પરેશાન થઈ ગયા છે જેથી પોલીસ દ્વારા આવા તત્વો પર યોગ્ય કાર્યવાહી કરી સોસાયટીના રહીશોને આ લોકોના ત્રાસમાંથી મુક્ત કરાવે તેવી અહીં રહેતા લોકો માંગ કરી રહ્યા છે.ત્યારે હવે જોવાનું એ રહ્યું કે જાહેરમાં જુગાર રમતા તત્વો પર પોલીસ કેવા પ્રકારની કાર્યવાહી કરે છે..?

- text