ટંકારાની લતીપર ચોકડીના ઓવરબ્રિજનુ અધુરુ કામ ઝડપભેર કરવાની માંગ

- text


જીલ્લા પંચાયતના સદસ્યએ ભુગર્ભ ગટર , સોલડર વે બ્રિજ., મોતના કુવા સમાન ખાડા, શાળાની દીવાલ , પાણી નિકાલની કુડી સહિતની કામગીરી તાત્કાલિક ધોરણે કરવા અધીકારી સાથે કરી

ટંકારા : રાજકોટ મોરબી રોડ પર લતીપર ચોકડીના ઓવરબ્રિજનુ અધુરુ કામ ઝડપભેર કરવાની માંગ સાથે જીલ્લા પંચાયતના સદસ્ય મહેશ રાજકોટિયાએ પ્રયાસો હાથ ધર્યા છે.જેમાં તેમણે ભુગર્ભ ગટર.,સોલડર વે બ્રિજ, મોતના કુવા સમાન ખાડા. શાળાની દીવાલ. ,પાણી નિકાલની કુડી સહિતની કામગીરી તાત્કાલિક ધોરણે કરવા અધીકારી સાથે કરી વાત કરીને આ કામ ઝડપથી યોગ્ય રીતે પૂરું કરવાની માંગ કરી હતી.

ટંકારાથી પસાર થતો રાજકોટને કરછને જોડતો મુખ્ય નેશનલ હાઈવે પર છેલ્લા ધણા સમયથી ઓવરબ્રિજનુ કામ ચાલુ હોય જેને કારણે રાહદારીઓથી લઈને સ્થાનિક રહીશોને પારાવાર મુશ્કેલી પડી રહી છે.આ મામલે મોરબી જીલ્લા પંચાયતના સભ્ય મહેશ રાજકોટિયાએ રાજકોટ રોડ વિભાગના વડા સાથે ટેલીફોનીક સંપર્ક કરી અધુરુ કામ ઝડપભેર કરવા સુચન કર્યું હતું.સાથે સાથે મોતના મુખ સમાન ખાડા ખબડા અને કોન્ટ્રાક્ટરોની અણઘડ કામગીરીને લોકોને પરેશાની વેઠવી પડતી હોય જેમાં અધૂરીમુકી દીધેલ પાણી નિકાલની કુડી શાળાની દીવાલને ડાયવરજન રોડ પુરો કરવા જણાવ્યું હતું.આ તકે રોડ વિભાગના અધિકારીએ સોમવારે રૂબરૂ વિઝિટ કરી અને કોન્ટ્રાક્ટર સાથે રાખી કામનુ નિરીક્ષણ કરી અધુરુ કામ અંગે સુચના આપવાની ખાતરી આપી હતી.

- text

- text