સમસ્ત સતવારા સમાજ દ્વારા રંગેચંગે સિદ્ધનાથ મહાદેવની શોભાયાત્રા નીકળી

મોરબી : મહાશિવરાત્રિ નિમિત્તે સમસ્ત સતવારા સમાજ દ્વારા સિદ્ધનાથ મહાદેવની શોભાયાત્રા મોરબી શહેરના રાજમાર્ગ પર નીકળી હતી.

માધાપર સ્થિત જુના જડેશ્વર મંદિર ખાતેથી સવારે 08:00 કલાકે મહાદેવની શોભાયાત્રાનું પ્રસ્થાન થયુ હતુ. આ શોભાયાત્રામા વિવિધ પ્રકારના ફ્લોટ્સે લોકોમાં ખાસુ આકર્ષણ જમાવ્યુ હતુ. દેશભક્તિને ઉજાગર કરતા વિવિધ ફ્લોટ્સ તેમજ શિવલિંગ અને અલગારી સાધુ-સંતોના ફ્લોટે લોકોનું ધ્યાન ખેંચ્યુ હતુ. આ શોભાયાત્રા માત્ર ધાર્મિક ન બની રહેતા રાષ્ટ્રહિત અને સામાજિક સંદેશ આપનાર યાત્રા બની રહી હતી. મોટેશ્વર મહાદેવ મંદિર, મોરભગતની વાડી ખાતે આ શોભાયાત્રાનુ સમાપન થયુ હતુ.