આનંદો : મોરબીવાસીઓ ફરી માણી શકશે ઝૂલતાપૂલની રોમાંચક સફર

- text


હાલ ત્રણ-ચાર દિવસમાં ટેમ્પરી ધોરણે રીનોવેશન કરીને ઝૂલતોપુલ ચાલુ કરી દેવાશે : ઓરેવા ગ્રુપ

મોરબી : મોરબીનો ઐતિહાસિક પુલ જોખમી થતા બંધ કરી દેવાયા બાદ ફરી મોરબીવાસીઓ આ ઝૂલતાપૂલની રોમાંચક સફર માણી શકે તેવા ઉજળા સંજોગો નિર્માણ થયા છે. જેમાં આ ઝૂલતાપૂલ થોડા દિવસોમાં ચાલુ થાય તેવા સ્પષ્ટ નિદેશ મળ્યા છે.ઝૂલતાપૂલનું સંચાલન તથા રીનોવેશનની જવાબદારી નિભવતા ઓરેવા ગ્રુપે જણાવ્યું હતું કે ,મોરબીવાસીઓના હિતને ધ્યાને લઈને રીનોવેશન કામ હાથ ધરાયુ છે અને ત્રણ ચાર દિવસમાં ટેમ્પરી ધોરણે રીનોવેશન કરીને ઝૂલતાપૂલ ફરી ચાલુ કરી દેવાશે.

મોરબીનો ઐતિહાસિક અને સમગ્ર દેશ અને દુનિયાના ઉત્તમ નજરાણા સમાન ઝૂલતાપૂલ થોડા સમય અગાઉ જોખમી થતા આ પુલને લોકોના સલામતીના હિતમાં પુલનું સંચાલન કાર્ય સાંભળતા ઓરેવા ગ્રુપે બંધ કરી દીધો હતો. ત્યારે થોડા સમય અગાઉ ઝૂલતાપૂલને રીનોવેશન કરીને ફરી ચાલુ કરવા માટે જિલ્લા કલેકટરની નગરપાલિકા તંત્ર અને ઓરેવો ગ્રુપ સાથે બેઠક યોજાઇ હતી. જેમાં ઓરેવો ગ્રુપે મોરબીની જનતાના હિતમાં ઝૂલતાપૂલનું રીનોવેશન કરીને ફરી ચાલુ કરવા માટેની તૈયારી દર્શાવી હતી. ત્યારબાદ ઓરેવો ગ્રુપ દ્વારા ઝૂલતાપૂલના રીનોવેશનની કવાયત હાથ ધરવામાં આવી છે. ત્યારે ઝૂલતાપૂલ ફરી ચાલુ થાય તેવા સ્પષ્ટ નિર્દેશ મળ્યા છે.

- text

આ અંગે ઓરેવા ગ્રુપના પી.આર.ઓ.દીપકભાઈ પારેખે જણાવ્યું હતું કે હાલ ઝૂલતાપૂલનું ટેમ્પરી રીનોવેશન કામ ચાલુ છે અને ત્રણ ચાર દિવસમાં ઝૂલતા પૂલને ટેમ્પરી રીનોવેટ કરીને મોરબીવાસીઓ માટે ખુલ્લો મૂકાશે. અત્યારે ઝૂલતાપૂલમાં જે જગ્યાએ વધુ ક્ષત્રિગ્રસ્ત છે ત્યાં ટેમ્પરી રીનોવેશન કરાશે પછી કલેકટર અને નગરપાલિકાના એડવાઇઝરી નિયમો બનાવવાના છે. એના માટે મીટીંગ થઈ છે અને જે ડોક્યુમેન્ટરી પ્રોસેસ કરવાની છે એ થઈ જાય ત્યારપછી થોડા સમય પૂરતો ઝૂલતાપૂલ બંધ રાખીને આખું જનરલ રીતે રીનોવેશન કરાશે. ત્યારે હાલ લોકો મજા માણી શકે તે માટે ટેમ્પરી રીનોવેશન કરીને ઝૂલતાપૂલ ખુલ્લો મૂકી દેવાશે તેમ જણાવ્યું હતું . જેથી, મોરબીવાસીઓમાં આનંદની લાગણી વ્યાપી ગઈ છે.

- text