નવા ઢુંવા ગામે ભાજપ સહયોગી સંગઠન દ્વારા 23મીએ સન્માન સમારોહ

- text


મોરબી : ભાજપ સહયોગી સંગઠન દ્વારા આગામી તા.23ના રોજ રવિવારે સવારે 9 વાગ્યે વાકાનેરના માટેલ રોડ ઉપર નવા ઢુંવા ગામે આવેલ રામજી મંદિર ચોક ખાતે મોરબી જિલ્લામાં જિલ્લા અધ્યક્ષ કાળુંભાઈ પાંચિયા તથા 72 સંગઠન પદાધિકારીઓના સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ભાજપ સહયોગી સંગઠનના સંસ્થાપક સુરેન્દ્રસિંહ રાજપૂત, સાંસદ મોહનભાઇ કુંડારિયા, ગૌસ્વામી સમાજ શંભુદળ રાષ્ટીય અધ્યક્ષ કુંવરગિરી બાપુ, બલરામ થાવાણી, રવીકુમાર નાયર, દિપક દુબે, હિમાંશુ દેસાઈ, અજય પાઠક સહિતના દિગજ્જ નેતાઓ તેમજ સ્થાનિક પૂર્વ ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયા, જીતુભાઈ સોમાણી, જિલ્લા ભાજપ પ્રમુખ રાઘવજીભાઈ ગડારા તેમજ જ્યોતિસિંહ જાડેજા, લાખાભાઈ જારીયા સહિતના મહાનુભવો ઉપસ્થિત રહેશે. આ કાર્યક્રમમાં ભાજપમાં હોદેદારો અને કાર્યકરોને મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેવાની અપીલ કરાઈ છે.

- text