લતીપર રોડ પર કાર હડફેટે ઘાયલ થયેલા વૃદ્ધનું સારવાર દરમ્યાન મોત

- text


ટંકારા : ગત તારીખ 13ના રોજ ટંકારા-લતીપર રોડ પર સાવડી સરાયા વચ્ચે આવેલા પેટ્રોલપંપ પાસે કાર હડફેટે ઘાયલ થયેલા મોપેડ ચાલક વૃદ્ધનું સારવાર દરમ્યાન મોત થતા પોલીસે કાર નંબરના આધારે ચાલકની શોધખોળ આદરી ઇ.પી.કો કલમ તથા એમ.વી.એક્ટ હેઠળ ગુન્હો નોંધ્યો છે.

- text

બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર મૂળ મોરબી તાલુકાના બીલીયા ગામના અને હાલ મોરબીના રવાપર રોડ, ક્રિષ્ના સ્કૂલની બાજુની શેરીમાં સાહેબ એપાર્ટમેન્ટ, બ્લોક નંબર 201માં રહેતા રેવાભાઈ ગામી ગત 13 તારીખે સાંજે છ વાગ્યાના સુમારે પોતાનું મોપેડ લઈ ટંકારા-લતીપર રોડ, સાવલી સરાયા વચ્ચે આવેલા પેટ્રોલપંપ નજીકથી પસાર થઈ રહ્યા હતા ત્યારે આઈ ટવેન્ટી કાર નંબર GJ 36 R 95ના ચાલકે રેવાભાઈને હડફેટે લીધા હતા. આ અકસ્માતમાં રેવભાઈને કપાળ, નાક, દાઢીના ભાગે ઇજા થઇ હતી અને જમણો હાથ તથા જમણો પગ ઢીંચણના ભાગે ભાંગી હતા ગંભીર હાલતમાં હોસ્પિટલે ખસેડાયા હતા. જ્યાં સારવાર દરમ્યાન તેઓનુ મોત થતા પોલીસે કાર ચાલકને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે. ઉપરોક્ત બનાવની ફરિયાદ મૃતકના પુત્ર કાંતિલાલ રેવભાઈ ગામીએ નોંધાવી છે. ટંકારા પો.મથકના પો.હેડ.કોન્સ. પી.જે.પરમાર બનાવની વધુ તપાસ ચલાવી રહ્યા છે.

- text