ટંકારા : લગ્ન કરવાના ઇરાદે યુવતીનું અપહરણ કર્યાની ફરિયાદ

- text


ટંકારા : ગઈકાલે તા. 16 ફેબ્રુઆરીના રોજ ટંકારા પોલીસ સ્ટેશનમાં કાળુભાઇ ઉર્ફે કાળીયાભાઇ વાલચંદભાઇ ગણાવા (ઉ.વ.૫૫, ધંધો-ખેતમજુરી, રહે. મુળ- ઝરીબુજર્ગ ખરેલી ચૌહાણ ફળીયુ, તા. ગરબાડા, જી. દાહોદ, હાલ મોવિયા ગામની સીમમાં, રમેશભાઇ હદવાણીની વાડીએ, તા.ગોંડલ, જી. રાજકોટ) એ આરોપી જયેશ ભલાભાઇ ગણાવા (રહે. હાલ- સરાયા, તા.ટંકારા, જી.મોરબી, મૂળ- ઝરીબુજર્ગ ખરેલી ચૌહાણ ફળીયુ, તા.ગરબાડા, જી. દાહોદ) સામે પોતાની દીકરીનું લગ્ન કરવાના ઇરાદે તથા બદકામ કરવાના ઇરાદે ગત રક્ષાબંધનના દશ દિવસ પછી એટલે કે સને ૨૦૧૯ ના ઓગસ્ટ મહીનામાં અપહરણ કરી ગયા હોવાની ફરિયાદ નોંધાવી છે. હાલમાં પોલીસ દ્વારા યોગ્ય કાર્યવાહી હાથ ધરાઈ છે.

- text