મોરબી : સગીરાને લગ્નની લાલચ આપી ભગાડી ગયાની ફરિયાદ

- text


મોરબી : મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં મોતીભાઇ વિઠ્ઠલભાઇ દંતેસરીયા (ઉ.વ. ૪૨, ધંધો મજુરી, રહે.ઘુંટું, મફતીયાપરા, તા.જી. મોરબી)એ આરોપી રોહીત હરજીભાઇ ચાવડા સથવારા (રહે.મુળ.ચુડા ભકિત ફળીયુ, દોદરીયા સોસાયટી, વેલ્ડીંગ વાળાની પાછળ, તા.ચુડા, જી.સુ.નગર હાલે રહે. નીચી માંડલ રમેશભાઈના મકાનમાં, તા.જી.મોરબી) સામે ગત તા. 8 ફેબ્રુઆરીના રોજ પોતાની સગીર વયની દીકરીને લગ્ન કરવાની લાલચ આપી બદકામ કરવાના ઇરાદે ભગાડી ગયાની ફરિયાદ નોંધાવી છે. હાલમાં તાલુકા પોલીસ દ્વારા આરોપીની શોધખોળ કરવા તજવીજ હાથ ધરાઈ છે.

- text