મોરબી : આઠ બોટલ વિદેશી દારૂ સાથે યુવક ઝડપાયો

- text


મોરબી : મોરબી સીટી બી.ડીવી.પોલીસે વીસીપરાના યુવકને વિદેશી દારૂની આઠ બોટલ સાથે ઝડપી પાડીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

- text

વીસીપરા રેલવે સ્ટેશન પાછળ રહેતા એજાજ જીકરભાઈ મલ્લા ઉં.વ.20ને તેના રહેણાંક મકાનમાંથી ભારતીય બનાવટની 8 વિદેશી દારૂની બોટલ કિંમત રૂ. 2400 સાથે મોરબી સીટી. બી.ડીવી.ના હેડ.કોન્સ. ક્રિપાલસિંહ ચાવડા તથા કે.વી.ચાવડાએ ઝડપી પાડી પ્રોહી.ની કલમ 65(એ) (ઇ), 116(બી) મુજબ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. આરોપીએ વેંચાણ અર્થે રાખેલો દારૂ ક્યાંથી લાવ્યો હતો તેની પૂછપરછ હાથ ધરી છે.

- text