મોરબીના સાર્થક વિદ્યામંદિરમાં રમતોત્સવ યોજાયો

- text


મોરબી : મોરબીના સાર્થક વિદ્યામંદિર ખાતે સાર્થક રમતોત્સવ-2020નું ભવ્યાતિભવ્ય આયોજન શાળાના ક્રિડાંગણમા કરવામાં આવ્યું હતું. આ તકે મોરબી જિલ્લા એસ.પી. કરણરાજ વાઘેલાના વરદહસ્તે રમતોત્સવનું ઓપનીંગ કરવામાં આવ્યું હતું.

આ રમતોત્સવમાં રમત-ગમત અંગે જાગૃતિ માટે રેલી યોજી દેશને ગૌરવ અપાવનાર ખેલાડીઓને યાદ કરી સાથે આવા ખેલાડીઓથી વિદ્યાર્થીઓ માહિતગાર બને તેવા હેતુથી સ્પોર્ટ્સ પ્રદર્શની બનાવવામાં આવી હતી. જેમાં ખેલાડીના જીવન વિશેની માહિતી તેમજ વિવિધ રમતના મેદાનના અલગ-અલગ મોડેલ બનાવીને રાખવામાં આવ્યા હતા. રમતોત્સવની શરૂઆત મેદાન તેમજ સાધનની પૂજન વિધિ કરીને કરવામાં આવી. આ તકે વ્યાયામ શિક્ષક શૈલેષભાઈ પરમાર દ્વારા ખેલાડીઓને પિરામિડ અને ફાયર રીંગ તેમજ સ્પોર્ટ્સ પ્રતિજ્ઞા લેવડાવીને કરવામાં આવી.

- text

આ રમતોત્સવમાં ૩૦ થી વધુ સ્પર્ધામાં 1900 થી વધુ ખેલાડીઓએ ભાગ લીધો હતો. રમતોત્સવ શાળાના સંચાલક કિશોરભાઇ શુક્લના માર્ગદર્શન તેમજ વ્યાયામ શિક્ષક શૈલેષભાઈ પરમાર અને સાર્થક પરિવાર દ્વારા કરવામાં આવ્યું હતું. તમામ વિજેતા ખેલાડીઓને શિલ્ડ, મેડલ અને પ્રમાણપત્ર આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા. તેમજ શાળા પરિવાર દ્વારા તમામને ખૂબ ખૂબ અભિનંદન પાઠવવામાં આવ્યા છે.

- text