ટીંબડી નજીક અજાણ્યા વાહનની ઠોકરે હિટ એન્ડ રનની ઘટનામાં વિશીપરાના યુવાનનુ મોત

- text


મોરબી : કંડલા હાઇવે પર આવેલા ટીંબડી નજીક અજાણ્યા વાહનની ઠોકરે ચડી જતા મોરબીના વિશીપરામા રહેતા યુવાનનું મોત નીપજ્યું હતું. જુવાનજોધ દીકરાના આકસ્મિક મોતથી પરિવારમાં કાળો કલ્પાંત મચી ગયો છે.

બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર મોરબીના વિશીપરામા રહેતા હબીબભાઈ સુભાનભાઈ પારેડી ઉં.વ.30 નામનો યુવાન પગપાળા પોતાના ઘર તરફ જઈ રહ્યો હતો ત્યારે ટીંબડી ગામ નજીક કોઈ અજાણ્યા વાહન ચાલકે તેને ઠોકરે ચડાવ્યો હતો. અકસ્માતના પગલે ગંભીર હાલતમાં ઘાયલ થયેલ યુવકને સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડાયો હતો. જ્યાં પ્રાથમિક સારવાર બાદ વધુ સારવાર અર્થે રાજકોટ ખસેડાતા જ્યાં તેનું મોત નીપજ્યુ હતુ.

- text

આ બનાવમાં અકસ્માત સર્જીને વાહન ચાલક ફરાર થઈ ગયો હતો અને ઘાયલ યુવક અડધો કલાક સુધી સારવારની રાહમાં તરફડતો રહ્યો હતો. આમ મોડી સારવાર મળવાને કારણે યુવકનુ મોત થયુ હોવાનો મૃતકના પરિજનોએ આક્ષેપ કર્યો હતો. મૃતક હબીબભાઈના આકસ્મિક અવસાનથી તેઓના 3 પુત્ર અને એક પુત્રીએ પિતાની છત્રછાંયા ગુમાવવાથી પરિવાર અને સગા- સ્નેહીઓમા શોક વ્યાપી ગયો છે.

- text