વાંકાનેર : પાણીનુ ટેન્કર ખરાબાની ખાણમા ભરવા મામલે યુવાન પર હુમલો

- text


પાંચ શખ્સોએ માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની વાંકાનેર તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાઇ

વાંકાનેર : વાંકાનેરમાં પાણીનુ ટેન્કર ખરાબાની ખાણમા ભરવા મામલે યુવાન પર હુમલો કરાયો હોવાનો બનાવ પ્રકાશમાં આવ્યો છે. જેમાં પાંચ શખ્સોએ યુવનને માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની વાંકાનેર તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાઇ છે.

- text

આ બનાવની વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનેથી પ્રાપ્ત થતી વિગતો અનુસાર ફરિયાદી ચંદુભાઇ હનુભાઇ વિંજવાડીયા જાતે કોળી ઉ.વ.૨૪ રહે. સરતાનપર, વાંકાનેર વાળાએ આરોપીઓ કિશનભાઇ રાજાભાઇ રબારી, રમેશભાઇ રાજભાઇ રબારી, જીવણભાઇ કમાભાઇ રબારી, મૈયાભાઇ રમેશભાઇ રબારી, કાળુભાઇ રમેશભાઇ રબારી સામે ફરિયાદ નોંધાવી હતી કે, ગત તા.૧૨ના રોજ સાંજના સાડા છ વાગ્યાની આસપાસ સરતાનપર ગામ પાસે આવેલ પાવર હાઉસ નજીક ખરાબામા સાહેદ ફરીયાદીનુ પાણીનુ ટેન્કર ત્યાં આવેલ ખરાબાની ખાણમા ભરતા હોય ત્યાં જઇને આરોપીઓએ આ અમારી માલીકી છે. તમે કેમ અહીથી પાણી ભરો છો તેમ કહી તેમની સાથે માથાકુટ કરી માર મારી બાદ ફરીયાદી આવતા ફરયાદી સાથે પણ માથાકુટ કરી ગાળો આપી લાકડીના ઘા કરી ફેકચર જેવી ઇજા કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ બનાવની ફરિયાદ નોંધાતા પોલીસે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

- text