મોરબી : બોલેરોમાં ગૌવંશ ભરી લઇ જતા એકની અટકાયત, એકની શોધખોળ ચાલુ

- text


મોરબી : મોરબીના રવાપર ધુનડા રોડ પરથી બોલેરોમાં ગૌવંશ ભરી લઇ જતા એક શખ્સની સીટી એ ડિવિઝન પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી છે. તેમજ અન્ય એક શખ્સની શોધખોળ ચાલુ છે.

- text

મોરબીના રવાપર-ધુનડા રોડ પર માધવ ગૌશાળાથી રવાપર તરફ જતી બોલેરો પીકઅપ વાહન નં. GJ-36-T-7264માં કમલેશ ઘોઘાભાઇ ટોયટા (ઉ.વ.૨૨, રહે.રાજપીપળીયા, તા.વાંકાનેર)એ અજય સરાણીયાને આપવા માટે 2 બળદને હલનચલન ન કરી શકે તે રીતે દોરડાથી બાંધી, તેમા કોઇ પીવાના પાણીની કે ઘાસચારાની સગવડ વગર ક્રુરતાપુર્વક ભરવામાં આવ્યા હતા. આ ગુના બદલ સીટી એ ડિવિઝન પોલીસ દ્વારા આરોપી કમલેશની અટકાયત કરવામાં આવી છે. તેમજ આરોપી અજયની શોધખોળ ચાલુ છે.

- text