મોરબીની જે. એ. પટેલ કોલેજના પ્રો. પ્રીતિબેનએ સ્વૈચ્છિક નિવૃતિ લેતા વિદાય સમારંભ યોજાયો

- text


મોરબી : મોરબીની જે. એ. પટેલ મહિલા કોલેજમાં હોમસાયન્સ કોલેજના વ્યાખ્યાતા પ્રીતિબેન મોદી કેનેડા સ્થાયી થવાનું નિમિત્ત બનતા સ્વૈચ્છિક નિવૃતિ લીધી હતી. કોલેજમાં તેઓનો વિદાય સમારંભ આયોજવામાં આવ્યો હતો. સ્ટાફ સદસ્યો દ્વારા પ્રો. પ્રીતિબેનને શુભકામનાઓ પાઠવવામાં આવી હતી. તેઓને સંસ્થાના પૂર્વ પ્રમુખ વલમજી બાપા દ્વારા પ્રતીક ભેટ આપવામાં આવી અને પ્રિ. પ્રફૂલ પટેલ દ્વારા નાળિયેર-પડો પ્રતીક ભેટ આપવામાં આવી હતી. ડૉ. ભાવેશ જેતપરિયા દ્વારા તેઓની ર૫ વરસની નોકરીનાં સ્મરણો વાગોળવામાં આવ્યાં હતા. આ વિદાય વેળાએ મહિલા સાયન્સ કોલેજનો સ્ટાફ પણ ઉપસ્થિત રહેલ હતો. આ તકે હોમ સાયન્સ ડિપાર્ટમેન્ટના સ્ટાફે ભાવવિભોર વાતાવરણમાં વિદાયમાન આપેલ હતું.

- text