ઓટાળામાં બાળકો અને માતાઓનું પોષણસ્‍તર વધારવા પોષણ અભિયાન યોજાયું

- text


ટંકારા : ટંકારાના ઓટાળા ગામે ગુજરાત પોષણ અભિયાન અંતર્ગત બાળકો, કિશોરીઓ અને માતાઓના પોષણસ્‍તરમાં વધારો કરવાના હેતુસર યોજાયેલા પોષણ અભિયાનનો જીલ્લા વિકાસ અધિકારી એસ. એમ. ખટાણા દ્વારા પ્રારંભ કરવામાં આવ્યો હતો.

ટંકારા તાલુકાના ઓટાળા ગામેથી જીલ્લા વિકાસ અધિકારી ખટાણા, સદસ્ય મહેશ રાજકોટિયા, મામલતદાર પંડયા, આઈ.સિ.ડી.એસ. અધિકારી, ટિ.ડી.ઓ નાગાજણ તરખાલા, તલાટી કમ મંત્રી નિલમ ચૌહાણ, પિ.એચ.સી.ના ડોકટર કિશોર ભટાસણા તથા આંગણવાડીની બહેનોની હાજરીમા દિપ પ્રાગટય કરી પોષણક્ષમ અભિયાનનો પ્રારંભ કરાવવામાં આવ્યો હતો. આ અવસરે ગુજરાતના દરેક બાળક, કિશોરી અને દરેક માતાને સુપોષિત બનાવવાના અભિયાનમાં સહયોગી બનવા અનુરોધ કર્યો હતો.

- text

મહેશ રાજકોટિયાએ જણાવ્‍યું હતું કે, આંગણવાડીમાં વિવિધ પ્રકારના પૌષ્‍ટિક ખોરાક કિશોરીઓ, ધાત્રીમાતાઓ અને બાળકોને આપવામાં આવે છે. જેનું નિયમિત સેવન કરવું જોઇએ. તંદુરસ્‍ત ગુજરાત બનાવવા માટે સૌ સહિયારી જવાબદારીથી જોડાશું તો આ કાર્યક્રમને જરૂર સફળ બનાવી શકીશું અને ગામના ભવિષ્યને તંદુરસ્‍ત કરી શકીશું.

- text