મોરબીના મોડપર ગામે જીનીગ મિલમાંથી ચોરી કરનાર તસ્કર બેલડી ઝડપાઇ

- text


હળવદમાં થોડા સમય પૂર્વ જીનીગ મિલમા ચોરીના ગુનામાં પડકાયેલા આ બે શખ્સોએ મોડપર ગામે ચોરીની કબૂલાત આપતા બન્નેની ટ્રાન્સફર વોરંટના આધારે ધરપકડ કરાઈ

મોરબી : મોરબીના મોડપર ગામે આવેલ જીનીગ મીલમાંથી ચોરી કરવાના ગુનામાં તાલુકા પોલીસે બે શખ્સોને ઝડપી લીધા હતા. જેમાં થોડા દિવસો પહેલા હળવદમાં જીનીગ મિલમાં ચોરી કરનાર આ બે શખ્સોને ઝડપી લીધા બાદ બન્નેએ મોરબીના મોડપર ગામે પણ ચોરી કર્યાની કબૂલાત આપતા બન્નેની તાલુકા પોલીસે ટ્રાન્સફર વોરંટના આધારે ધરપકડ કરી હતી.

- text

આ બનાવની મોરબી તાલુકા પોલીસ મથકેથી પ્રાપ્ત થતી વિગતો અનુસાર મોરબીના મોડપર ગામે રહેતા વસુદેવભાઈ ભણજીભાઈ કગથરાની મોડપર ગામે આવેલ દેવાંશી જીનીગ કોટન મિલમાંથી કુલ રૂ.90 હજારના મુદામાલની ચોરી થઈ હોવાની તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાઇ હતી. ત્યારે હળવદ પાસે આવેલ જીનીગ મિલમાં ચોરી થઈ હતી. આ ચોરીના ગુનામાં થોડા સમય પહેલા એલસીબીએ બે આરોપીઓ હસનેન ઉફે લાલો ગુલામભાઈ ખોલેરા અને લખમણ ગોવિંદભાઈ માલણીયાદની ધરપકડ કરી હતી. આ બનાવની પૂછપરછમાં બન્ને શખ્સોએ મોરબીના મોડપર ગામે આવેલ જીનીગ મિલમાંથી પણ ચોરી કરી હોવાની કબૂલાત આપી હતી.આથી મોરબી તાલુકા પોલીસે આ બન્ને શખ્સોનો હળવદ પોલીસ પાસેથી કબ્જો મેળવી ચોરીના ગુનામાં વિધિવત અટકાયત કરીને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

- text