મોરબી રેવન્યુ બાર એસો.ના પ્રમુખ તરીકે સંજયભાઈ રાજપરાની વરણી

- text


સેક્રેટરી તરીકે નીતિનભાઈ નાયકપરા તથા ઉપપ્રમુખ તરીકે અતુલભાઇ કલોલા, સૌરભભાઇ શાહની વરણી

મોરબી : મોરબીના યુવા ધારાશાસ્ત્રી,જેમણે સમાજસેવાની સાથે સીન્સીયર વકીલ તરીકે રેવન્યુ બાબતના પ્રશ્નોના નિરાકરણ માટે પ્રયત્નશીલ રહી લોકચાહના મેળવી છે એવા સંજયભાઇ રાજપરા જેમને રાજ સાહેબના નામે પણ લોકો ઓળખે છે. તેમની મોરબી રેવન્યુ બાર એસોસિએશનના પ્રમુખ તરીકે વરણી કરવામાં આવેલ છે.

જ્યારે ઉપપ્રમુખ તરીકે અતુલભાઇ કલોલા, સૌરભભાઇ શાહ, સેક્રેટરી તરીકે નિતિનભાઇ નાયકપરા, જોઇન્ટ સેક્રેટરી તરિકે અશ્વિન બડમલીયા, ટ્રેઝરર તરીકે હિમાંશુભાઇ પોપટ અને કારોબારી સભ્યો તરીકે સાગરભાઇ ફેફર, ધમેઁન્દ્રભાઇ શેરસીયા, ગીરીશભાઇ અંબાણી, મીહીરભાઇ કુંભરવાડીયા તથા જયભાઇ જોગરની નિમણૂક કરવામાં આવી છે.

- text

આ તકે રેવન્યુ બારના ઉપસ્થિત તમામ મેમ્બર્સએ ગત વર્ષના પૂર્વ પ્રમુખ ચેતનભાઇ સોરીયા તથા તમામ હોદેદારોને ખંતથી કામગીરી કરવા બદલ તેમનો આભાર વ્યક્ત કર્યો હતો. નવા વરાયેલા પ્રમુખ તથા તેની ટીમે જણાવેલ કે, સબ રજીસ્ટ્રાર કચેરીને લગતા તથા મહેસુલ કાયદા અંગે લોકોના પ્રશ્નો તથા સબ રજીસ્ટ્રાર કચેરી, માળીયા(મી) માં ઇ-સ્ટેમ્પીંગની સવલત હાલ બંધ હોય તે સત્વરે ચાલુ થાય તે માટે કાર્યવાહી કરી લોકોને પડતી મુશ્કેલીઓનું નિરાકરણ લાવવા પ્રયત્નશીલ રહેશે. અને લોકોને આ બાબતે કોઈ પ્રશ્નો હોય તો પ્રમુખ નં. 98253 29722 અથવા 02822 222722 અને સેક્રેટરી નં. 97243 48224 સેક્રેટરીને જાણ કરવી.

- text