દેર આયે દુરસ્ત આયે : આખરે મોરબીમાં રોડ બનાવવાના કામના શ્રીગણેશ

- text


પાલિકા તંત્ર દ્વારા સરદાર બાગ સંપથી રવાપર રોડ ચોકડી થઈ શક્તિ પ્લોટ સુધી સીસી રોડનું નિર્માણ કામ હાથ ધરાયુ

મોરબી : મોરબીમાં ચોમાસામાં જ ભારે વરસાદથી મોટાભાગના માર્ગો ધોવાઈ ગયા હતા અને ઘણો સમય સુધી રોડના કામો ન થતા શહેરીજનોને ભોગવવી પડતી હાલાકીને લઈને પાલિકા તંત્ર પર ભારે માછલા ધોવાયા હતા.આખરે પાલિકા તંત્ર દ્વારા આજે રોડ રસ્તાના કામો શરૂ કરવામાં આવ્યા છે.જેમાં પાલિકા તંત્ર દ્વારા સરદાર બાગ સંપથી રવાપર રોડ ચોકડી થઈ શક્તિ પ્લોટ સુધી સીસી રોડનું કામ હાથ ધરાયુ છે.

મોરબીમાં મોટાભાગના માર્ગો ચોમસાથી બદતર હાલતમાં છે.ભારે વરસાદને કારણે મોટાભાગના માર્ગો પર ઠેરઠેર ખાડા પડી ગયા હતા.ખરાબ રોડને કારણે લોકોને ભારે હાડમારી વેઠવી પડી હતી અને લોકો પર અકસ્માતનું જોખમ પણ ઉભું થયું હતું.શહેરના ખરાબ રોડની હાલત ઘણા સમયથી યથાવત રહેતા પાલિકા તંત્ર ઉપર પસ્તાળ પડી હતી.ત્યારે હવે પાલિકા તંત્ર દ્વારા રોડ રસ્તાનું નવીનીકરણ કરવાના નક્કર પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે.ખાસ કરીને ડામર રોડની ટેન્ડર પ્રક્રિયા પૂર્ણ થતાં અને કોન્ટ્રાકટરોએ રોડના કામો માટે રસ દાખવતાં આખરે રોડના કામ શરૂ કરવામાં આવ્યા છે.

- text

મોરબી પાલિકા તંત્ર દ્વારા આજથી ખરાબ રોડ રસ્તાનું નવીનીકરણ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે.જેમાં પાલિકા પ્રમુખ કેતન વિલપરા અને ચીફ ઓફિસર કલ્પેશ ભટ્ટ દ્વારા રોડના કામનો પ્રારંભ થયો છે.જેમાં સરદાર બાગ સંપથી માંડી રવાપર રોડ ચોકડી થઈ શક્તિ પ્લોટ મેઈન રોડનું  નવીનીકરણ કરવાનું શરૂ કરવામાં આવ્યું છે.આ રોડ રવાપર ચોકડી એટલે કે એચ ડી.એફ.સી.બેન્ક વાળો સીધો રસ્તો છે ત્યાંથી રવાપર ચોકડી સુધી ડામર રોડ બનાવવામાં આવશે.આ કામ પૂર્ણ થયા બાદ ગાંધીચોક નગરપાલિકા ગેઇટથી રવાપર રોડ એવન્યુ પાર્ક આરસીસી રોડ બનાવવાનો છે એટલે ડાઈવર્ઝન આપવું જરૂરી હોવાથી આજે આ રોડનું કામ શરૂ કરાયું છે.ઉપરાંત એક અઠવાડિયા દસ દિવસમાં સુપર ટોકીઝથી આસ્વાદ પાન સુધી , કલેકટર બંગલાવાળો માર્ગનું કામ શરૂ કરાશે અને 16 રોડ છે.હાલ ત્રણ માર્ગોના કામ થશે અને બાકીના રોડ જેમ જેમ પાસ થશે તેમ તેમ કામો થશે તેમ પાલિકા પ્રમુખે જણાવ્યું હતું.

- text