મોરબી : યુવા મતદાર મહોત્સવમાં જે. એ. પટેલ મહિલા કોલેજનો દબદબો

- text


મોરબી : યુવા મતદાર મહોત્સવ-2019 મોરબી દ્વારા આયોજિત ચિત્ર સ્પર્ધા વિભાગ-2 માટે શ્રીમતી જે. એ. પટેલ મહિલા કોલેજમાં ડો. ભાવેશ જેતપરિયા અને NSS વિભાગના પ્રા. વનિતાબેન કગથરા દ્વારા સ્થાનિક કક્ષાએ સ્પર્ધાનું આયોજન કરવામાં આવેલું હતું. જેમાં ત્રણ સ્પર્ધકોની પસંદગી કરીને અને જિલ્લાની સ્પર્ધા માટે તૈયાર કરેલ હતા. બાદમાં જિલ્લા કક્ષાની આ સ્પર્ધામાં પ્રથમ, દ્વિતીય અને તૃતીય ત્રણેય નંબરમાં મહિલા કોલેજ મેદાન મારી ગઈ હતી. આ સ્પર્ધામાં સવસાણી અંકિતા (પ્રથમ), રાઠોડ સોનલ (દ્વિતીય) અને ગૌસ્વામી રીના (તૃતીય) વિજેતા જાહેર થયેલ હતા. જે અનુક્રમે રૂ. ૨૫૦૦, ૧૫૦૦ અને ૧૦૦૦ પ્રોત્સાહક ઈનામો જિલ્લા કલેક્ટરના હસ્તે મેળવ્યા હતા. આમ, કોલેજનું ગૌરવ વધારવા બદલ આચાર્ય પ્રફૂલ પટેલ તેમજ સ્ટાફગણ દ્વારા વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવવામાં આવ્યું હતું.

- text