મોરબી જિલ્લાના બે પોલીસ કર્મીઓને ઉત્કૃષ્ટ સેવા પદક અને જીવન રક્ષક પદક એનાયત

- text


બન્ને જવાનોનું કાલે જિલ્લા કક્ષાના પ્રજાસત્તાક પર્વમા કલેક્ટરના હસ્તે સન્માન થશે

મોરબી : મોરબી જિલ્લાના બે પોલીસકર્મીઓને કેન્દ્ર સરકાર દ્વારા ખાસ સન્માન એનાયત કરવામાં આવ્યું છે. જેમાં એસપીનાં પીએ તરીકે ફરજ બજાવતા જવાનને ઉત્કૃષ્ટ સેવા પદક તેમજ ટંકારાના લોકરક્ષક જવાનને ઉત્તમ જીવન રક્ષક પદક આપવાની જાહેરાત કરવામાં આવી છે.

મોરબી જિલ્લા પોલીસના બે જવાનોએ સમગ્ર જિલ્લા પોલીસ બેડાનું ગૌરવ વધાર્યું છે. હાલ મોરબી જિલ્લા પોલીસ વડા ડો. કરનરાજ વાઘેલાના પીએ તરીકે કાર્યરત એએસઆઈ રણજીતભાઈ ગઢવીને સરકાર દ્વારા ઉત્કૃષ્ટ સેવા પદક એનાયત કરવામાં આવ્યું છે. રણજીતભાઈની ઉત્તમ કામગીરી અને કાયદો – વ્યવસ્થાની સઘળી જાણકારીના કારણે તેઓને આ સન્માન અપાયું છે. જ્યારે ટંકારાના લોકરક્ષક પૃથ્વીરાજસિંહ જાડેજાને ઉત્તમ જીવન રક્ષક પદક એનાયત કરાયું છે. તેઓએ અતિવૃષ્ટિ વેળાએ ખૂબ બહાદુરી પૂર્વક ઊંડા પાણીમાં જઈને લોકોના જીવ બચાવ્યા હતા. આમ તેઓએ પુરપીડિતોના જીવની રક્ષા કરી હોવાથી તેઓને આ સન્માન આપવામાં આવ્યું છે.

- text

મોરબી જિલ્લાના ગૌરવ સમાં આ બન્ને પોલીસ જવાનોને આવતીકાલે ટંકારા ખાતે યોજાનાર જિલ્લા કક્ષાના પ્રજાસત્તાક પર્વમાં જિલ્લા કલેક્ટરના હસ્તે પદક પ્રદાન કરવામાં આવશે. પોતાની ઉત્તમ અને ઉત્કૃષ્ટ કામગીરી બદલ મોરબી જિલ્લા પોલીસનું ગૌરવ વધારનાર આ બન્ને જવાનોને જિલ્લા પોલીસ વડા ડો.કરનરાજ વાઘેલાએ અભિનંદન પાઠવ્યા છે.

- text