હળવદના ચરાડવા ગામે એસ.એસ. ગુરૂકુલમાંથી રૂ. 1.70 લાખની ચોરી

- text


ગુરૂકુલમાં લગાવેલા સીસીટીવી કેમેરામાં ચારથી પાંચ શખ્સો કેદ

હળવદ : હળવદના ચરાડવા ગામે એસ.એસ.ગૃરુકુલમાંથી રૂ.1.70 લાખની ચોરી થયાનો બનાવ સામે આવ્યો છે. ગત રાત્રે ગુરુકુળમાં બનેલા આ ચોરીના બનાવ અંગે હજુ સુધી ફરિયાદ થઈ નથી. જો કે ગુરુકુલમાં લગાવેલા સીસીટીવી કેમેરામાં ચોરી કરતા ચારથી પાંચ શખ્સો કેદ થઈ ગયા છે. આ ચોરીના બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર હળવદ તાલુકાના ચરાડવા ગામે આવેલ એસ.એસ. ગુરુકુલમાં ગત રાત્રે તસ્કરો ત્રાટકયા હતા અને તસ્કરો આ ગુરુકુલમાંથી રૂ.1.70 લાખની માલમતાની ચોરી કરીને ફરાર થઈ ગયા હતા. આ બનાવના સીસીટીવી ફૂટેજ જાહેર કરવામાં આવ્યા છે. જેમાં ચારથી પાંચ શખ્સોએ આ ગુરુકુલમાં ચોરી કરી હોવાનું દેખાઈ છે. આ તસ્કરો ગુરુકુલમાં ચોરી કરતા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગયા છે. જો કે આ ચોરીના બનાવ અંગે હજુ સુધી ફરિયાદ નોંધાઇ નથી. પણ આ બનાવ અંગે હળવદ પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે અને સીસીટીવી ફુટેજના આધારે તસ્કરોનું પગેરું મેળવવા કવાયત હાથ ધરી છે.

- text