મોરબીની નવયુગ સ્કુલનો મિતેષ બેડિયા JEEમાં 98.52 પીઆર સાથે સમગ્ર જિલ્લામાં પ્રથમ

- text


મોરબી : મોરબીની નવયુગ સ્કૂલનો મિતેષ બેડિયા JEE (મેઈન)માં 98.52 પીઆર સાથે સમગ્ર જિલ્લામાં પ્રથમ ક્રમે આવ્યો છે. ઉપરાંત નવયુગ સ્કૂલના જીવાણી કેયુર, ભાલોડિયા દીપ, છગાણી કૃણાલ અને ભીમાણી સ્મિતે JEE( મેઈન)માં 90 થી વધુ પીઆર મેળવી સ્કૂલ તથા પરિવારનું નામ રોશન કર્યું છે. આ તમામ છાત્રોને સંસ્થાના પ્રમુખ પી.ડી.કાંજિયા દ્વારા અભિનંદન પાઠવવામાં આવ્યા છે.

- text