ટંકારા : એસટીમાં અપડાઉન વેળાએ પડતી હાલાકી અંગે છાત્રોની ધારાસભ્ય કગથરાને રજુઆત

- text


ટંકારા : ટંકારામાં અભ્યાસ કરતા છાત્રોએ અપડાઉનની સમસ્યા અંગે ધારાસભ્ય લલિતભાઈ કગથરાને રજુઆત કરી હતી. સામે ધારાસભ્યએ આ મામલે એસટી વિભાગનું ધ્યાન દોરીને સમસ્યાનું સમાધાન કરવાની ખાતરી પણ આપી હતી.

- text

ટંકારામાં બસ સ્ટેન્ડની પણ સુવિધા નથી. અહીં ગ્રામ્ય વિસ્તારોમાંથી અભ્યાસ અર્થે તાલુકા મથકે આવતા વિદ્યાર્થીઓને અપડાઉનના ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. અપૂરતી બસોને કારણે વિદ્યાર્થીઓને બસોમાં ઠસાઠસ ભરવામાં આવે છે. આ મામલે ત્યાંથી નીકળતા ધારાસભ્ય લલિતભાઈ કગથરાને છાત્રોએ રૂબરૂ રજુઆત કરી હતી. જેના પ્રત્યુત્તરમાં લલિતભાઈ કગથરાએ મિટિંગમાં આ સમસ્યા અંગે એસટી વિભાગનું ધ્યાન દોરીને આ સમસ્યા નિવારવાની ખાતરી આપી હતી.

- text