મોરબીના આલાપ પાર્ક પાસેના વોકળા ઉપર દબાણ કરનાર 7ને નોટિસ ફટકારાઈ

- text


સ્થાનિકો અને આમ આદમી પાર્ટીની ઉપવાસ આંદોલનની ચીમકી બાદ પાલિકાએ કાર્યવાહી કરી

મોરબી : મોરબીના રવાપર રોડ ઉપર આવેલ આલાપ પાર્ક સોસાયટી પાસેના વોકળા ઉપર થયેલા દબાણો દૂર કરવા માટે થોડા દિવસો પહેલા સ્થાનિકોએ આમ આદમી પાર્ટી સાથે તંત્રને આવેદનપત્ર આપીને ઉપવાસ આંદોલનની ચીમકી આપી હતી. જેના પગલે પાલિકા તંત્રએ તુરંત કાર્યવાહી કરીને હાલ ત્યાંના 7 જેટલા દબાણકારોને નોટીસ ફટકારી છે.

- text

મોરબીના આલાપ રોડ પરના વોકળા ઉપર આડેધડ ગેરકાયદે દબાણો ખડકાઈ જવાથી વરસાદી પાણીનો નિકાલ અટકી ગયો છે અને ગત ચોમાસામાં આલાપ પાર્ક સોસાયટી સહિતના વિસ્તારમાં ભારે વરસાદી પાણી ભરાઈ ગયા હતા. જેથી લોકોને ભારે હાલાકી ભોગવવી પડી હતી. જો કે વોકળા ઉપરના દબાણોને કારણે ભવિષ્યમાં ચોમાસા દરમિયાન વરસાદી પાણીથી મોટી આફત સર્જવાનો ભય હોવાથી આ વોકળા ઉપરના દબાણો દૂર કરવાની સ્થાનિકોની અનેક રજૂઆત છતાં કોઈ કાર્યવાહી ના કરાતા અંતે થોડા દિવસો પહેલા સ્થાનિકોએ આમ આદમી પાર્ટીની સાથે પાલિકા તંત્રને આવેદન પાઠવી દબાણો દૂર ન થાય તો આગામી તા. ૨૦થી ઉપવાસ આંદોલનની ચીમકી આપી હતી. જેથી, પાલિકા તંત્રએ દબાણો મામલે ગંભીરતા દાખવી 7 જેટલા દબાણકારોને નોટીસ ફટકારી છે. તંત્રની આ કાર્યવાહીને પગલે આમ આદમી પાર્ટીએ પણ હાલ એક સપ્તાહ આંદોલન મોકૂફ રાખવાનું જાહેર કર્યું છે.

- text