ભાજપના નવા રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડા ત્રણ વર્ષ પૂર્વે ટંકારા પધાર્યા તે વેળાના સંસ્મરણો

- text


દયાનંદ સરસ્વતીજીના જન્મ સ્થાનકના દર્શન કરી તેઓએ સાત્વિક ભોજન પણ માણ્યું હતું

ટંકારા : તાજેતરમાં જે.પી.નડ્ડાની ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે નિમણૂક કરવામાં આવી છે.જેથી તેઓ ત્રણ વર્ષ પૂર્વે ટંકારાની મુલાકાતે પધાર્યા હતા. તે સંસ્મરણો સૌ કોઈને તાજા થયા છે. અહીં તેઓએ દયાનંદ સરસ્વતીજીના જન્મ સ્થાનકના દર્શન કરીને સાત્વિક ભોજન પણ લીધું હતું. ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે જગત પ્રકાશ નડ્ડાની વરણી થતા વર્ષ 2017મા તેઓએ લીધેલી ટંકારાની મુલાકાત તાજી થઈ છે. ત્યારે તેઓ કેન્દ્રના સાંસદ મંત્રી હતા અને આર્ય સમાજથી પ્રભાવિત હોય વૈચારિક ક્રાંતિના જનક અને મહાન સમાજ સુઘારક મહર્ષિ દયાનંદ સરસ્વતીની જન્મભૂમિ ખાતે તેઓ આવી પહોંચ્યા હતા. અહીં તેઓએ ગુરૂકુળના આચાર્ય રામદેવજી, રમેશભાઈ, હસમુખજી પાસેથી તમામ માહિતીઓ મેળવી હતી. તેઓએ દયાનંદ સરસ્વતીજીના જન્મ કક્ષ અને વિશાળ સમાજમા લટાર પણ મારી હતી અને સાત્વિક ભોજન પણ આરોગ્યું હતુ. આ તકે રાજકોટના ભાજપ અગ્રણી રાજુભાઈ ધ્રુવ, ટંકારાના ભાજપ આગેવાનો અને કાર્યકરો તેમજ મામલતદાર, ટીડીઓ તથા ફોજદાર સહીતના હાજર રહ્યા હતા.

- text