ટંકારાની આર. ઓ. ભાલોડીયા કોલેજની વિદ્યાર્થિનીઓનું B.Comમાં ઉત્કૃષ્ટ પરિણામ

- text


ટંકારા : સૌરાષ્ટ્ર યુનિવર્સીટી દ્વારા લેવાયેલ B.Com સેમ-3 તથા સેમ-5ની પરીક્ષામાં ટંકારાની આર. ઓ. ભાલોડીયા મહિલા સાયન્સ કોલેજનું ઉત્કૃષ્ટ પરિણામ આવેલ છે. આ કોલેજની B.Com સેમ-5માં અભ્યાસ કરતી વિદ્યાર્થીની પરસરા ગુલનાઝબાનું ઇસ્માઇલભાઈએ મેનેજમેન્ટ એકાઉન્ટ વિષયમાં 70માંથી 70 માર્ક્સ પ્રાપ્ત કર્યા હતા. તેમજ B.Com સેમ-3માં અભ્યાસ કરતી વિદ્યાર્થીની માથકીયા સમસાદબાનું અબ્દુલભાઈએ તથા ચૌધરી રુકસાદબાનુએ કોસ્ટ એકાઉન્ટ વિષયમાં 70માંથી 70 માર્ક્સ પ્રાપ્ત કર્યા હતા. આથી, આ દરેક વિદ્યાર્થીનીઓએ આર. ઓ. ભાલોડીયા કોલેજનું નામ સૌરાષ્ટ્ર યુનિવર્સીટી કક્ષાએ રોશન કરેલ છે. જે બદલ કોલેજના પ્રિન્સિપાલ તથા મંત્રી ધનજીભાઈ ઝાલરિયા તેમજ કેમ્પસ ડાયરેક્ટર ગોપાલભાઈએ વિદ્યાર્થિનીઓને અભિનંદન પાઠવ્યા છે. તેમજ ભવિષ્યમાં ઉત્તરોત્તર પ્રગતિ થાય તેવી શુભેચ્છા વ્યક્ત કરી છે.

- text