મોરબીમાં એસપીને હસ્તે બે મહિલા પોલીસકર્મી સહિત ચારનું સન્માન કરાયું

- text


વિવિધ પ્રવૃતિઓ દ્વારા મોરબી જિલ્લા પોલીસ બેડાની શાન વધારવા બદલ સન્માન કરાયું

મોરબી : મોરબી જિલ્લા પોલીસ વડા કરનરાજ વાઘેલાના હસ્તે બે મહિલા સહિત ચાર પોલીસમેનનું સન્માન કરવામાં આવ્યું હતું.જેમાં વિવિધ પ્રવૃતિઓ દ્વારા મોરબી જિલ્લા પોલીસ બેડાની શાન વધારવા બદલ સન્માન કરાયું હતું.

- text

મોરબી જિલ્લા પોલીસ વડા દ્વારા કરનરાજ વધેલાના હસ્તે આજે જિલ્લાના ચાર પોલીસ કર્મચારીઓ ભૂમિકાબેન ભૂત, સોનલબેન સાગઠિયા અને ક્રિપાલસિંહ તથા ઉપેન્દ્રસિંહનું સન્માન કરવામાં આવ્યું હતું.આ અંગે જિલ્લા પોલીસ વડા કરબરાજ વધેલાએ જણાવ્યું હતું કે , આ ચારેય પોલીસ કર્મચારીઓએ મોરબી જિલ્લા પોલીસ બેડાનું ગૌરવ વધાર્યું છે.તે બદલ તેઓનું સન્માન કરાયું છે.જેમાં મોરબી એ ડિવિજનમાં ફરજ બજાવતા ભૂમિકાબેન ભુતે આ વખતે ત્રીજી વખત ગિરનાર ખાતેની આરોહણ અવરોહણ સ્પર્ધામાં ભાગ લઈને મેદાન માર્યું હતું.તેમણે માત્ર મોરબી જ નહીં પણ રાજ્યની પોલીસની શાન વધારી છે.તે જ રીતે તાજેતરમાં ગુજરાત રાજ્યમાં પોલીસને નવું નિશાન દેશના ઉપરાષ્ટ્રપતિ વૈક્યા નાયડુના હસ્તે આપવામાં આવ્યું હતું.તે દરમિયાન રાજ્યના સિલેક્ટેડ પોલીસ જવાનો દ્વારા પરેડ કરવામાં આવી હતી.જેમાં મોરબી જિલ્લાના હેડ ક્વાર્ટરમાં ફરજ બજાવતા ક્રિપાલસિંહ અને ઉપેન્દ્રસિંહે પણ જોડાઈને પરેડ કરી હતી.જ્યારે મોરબી જિલ્લા પોલીસ વડાની કચેરીમાં સફાઈ કામદાર તરીકે કામ કરતા રામીબેન સાગઠિયાની પુત્રી સોનલબેન સાગઠિયા આપબળે આગળ વધીને મોરબીમાં એલઆરડી તરીકે જોડાયા છે. તે બદલ તેઓનું સન્માન કરાયું હતું.

- text