ગોકુલનગર-વિવેકાનંદ સોસાયટીની મહિલાઓનું હલ્લાબોલ : રોડ પરના દબાણને જાતે જ હટાવ્યું

- text


તંત્રને અનેક વખત રજુઆત કરવા છતાં નક્કર કાર્યવાહી ન થતા અંતે સ્થાનિક રહિશોએ જાતે જ ડીમોલેશન કર્યું

મોરબી : મોરબીના રવાપર રોડ ઉપરની ગોકુલ નગર સોસાઈટી અને વિવેકાનંદ જોઈન્ટ સોસાયટીના રસ્તા ઉપર 35 વર્ષથી દબાણ હતું.આથી આ સોસાયટીના લોકોને ફરી ફરીને જવું પડતું હતું.જોકે તંત્રને અનેક વખત રજુઆત કરવા છતાં નક્કર કાર્યવાહી ન થતા અંતે સ્થાનિક રહિશોએ જાતે જ ડીમોલેશન કર્યું હતું.અને જાતે જ આ રોડ પરના દબાણને હટાવી લઈને રસ્તો ખુલ્લો કર્યો હતો.

મોરબીના રવાપર રોડ ઉપર આવેલ ગોકુલનગર અને વિવેકાનંદ સોસાયટી વચ્ચેનો રસ્તા ઉપર દબાણ કરીને રસ્તો બંધ કરી દીધો હતો.તેથી સ્થાનિક લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડતો હતો.આ રસ્તો ખુલ્લો કરવા મામલે સંબધિત તંત્રને અનેક વખત રજુઆત કરી હતી.પણ તંત્રએ કોઈ ધ્યાન ન આપતા અંતે આ બન્ને સોસાયટીની મહિલાઓ વિફરી હતી અને આજે સવારે બન્ને સોસાયટીની મહિલાઓએ જાતે જ ડીમોલેશન કર્યું હતું અને તેમની સોસાયટીના માર્ગ ઉપર થયેલા દબાણને દૂર કરીને રસ્તો ખુલ્લો કરી દીધો હતો.ત્યારે સ્થાનિક લોકોએ તંત્ર સામે બળાપો ઠાલવ્યો હતો કે ,ગોકુલનગર અને વિવેકાનંદ સોસાયટીની વચ્ચેની શેરીમાં છેલ્લા 25 વર્ષર્થ હતું.

- text

આ શેરીમાં દબાણ થવાથી સોસાયટીઓનો અવરજવરનો રસ્તો બંધ થઈ ગયો હતો.જેમાં ગોકુલનગર અને વિવેકાનંદ સોસાયટી, આનંદ,અમૃતનગર ,કુંજ ગલી 1-2 શારદાનગર ,યોગેશ્વર સહિતની સોસાયટીઓ લોકોને આ રસ્તો બંધ થવાથી અડધો થી પોણો કિમીના અંતર કાપીને ફરી ફરીને જવું પડતું હતું. આ વિસ્તારના લોકોએ અનેક વખત તંત્રને રજુઆત કટી હતી.પણ તંત્રએ માત્ર ખોટા વાયદાઓ જ કર્યા હતા.તંત્રએ આ દબાણ દૂર કરવાની નક્કર કાર્યવાહી ન કરતા આજે સ્થાનિક મહિલાઓએ જાતે જ દબાણ દૂર કરીને તેમના માટે ચાલવા યોગ્ય રસ્તો પણ બનાવી લીધો હતો.સ્થાનિક રહીશોએ જણાવ્યું હતું કે , ભલે તંત્રએ આળસ રાખી હોય પણ આખરે તેમના હિતમાં જીત થઈ છે.

- text