દોઢ વર્ષના બાળકને ગણતરીની મિનિટોમાં શોધીને માતા-પિતા સાથે મિલાપ કરાવતી ટંકારા પોલીસ

- text


ટંકારા : ટંકારા પોલીસ મથકના થાણા અધિકારી એલ. બી.બગડાને લજાઈ ગામેથી ચારથી પાંચ અજાણી મહીલાઓ એક નાની બાળકીને ઉપાડી ગયા હોવાનો મેસેજ સોશિયલ મિડીયા દ્વારા મળ્યો હતો. આ બનાવની જાણ થતાં જીલ્લા પોલીસવડા ડો. કરણરાજ વાધેલાના માર્ગદર્શન હેઠળ કોઈ ફોન કે ફરીયાદની રાહ જોયા વગર પંતગ ઉત્સવ પડતો મુકી બિટ જમાદાર પ્રફુલ્લભાઈ પરમાર, ભાવેશ વરમોરા, બિપીન પેટેલ, ધટના સ્થળે પહોંચ્યા હતા. જયા તપાસ કરતા લજાઈ ગામના છેવાડાના વિસ્તારમાં શ્રમજીવી પરિવાર કાલિચરણ ઓમપ્રકાશ નીસાદ રહે છે, જેનુ દોઢ વર્ષનુ બાળક મકરસંક્રાતિની સાંજે ધરની બહાર રમતા રમતા નિકળી ગયુ હોય એ જ સમયે ખેત મજુરી કરવા આવેલા કમલીબેન લજાઈ ખરીદી અર્થે ગામમાં આવ્યા હતા. તેઓ ખેતરે જતા હતા ત્યારે માસુમ બાળકના રડવાનો અવાજ સાંભળીને તેઓનું ધ્યાન બાળક તરફ ગયું હતું. આથી બાળકને તેડી તેના વાલી વારસની ઓળખ મેળવવા તેમજ શોધખોળ કરવા મથામણ કરી હતી. પરંતુ કોઈ વાલી ન મળતાં ઢળતી સાંજે ગામની નજીક વાડીએ બાળકને લઈ ગયા હતા અને માતા પિતાને શોધવા કમલીબેને તેના પતીને તથા વાડી માલિકને જાણ કરી હતી. આ દરમ્યાન દોઢ વર્ષનું માસૂમ માસુમ બાળક ધરે ન મળતાં માતા-પિતાએ બાળકની શોધખોળ શરૂ કરી હતી. ગામમાં પણ પુછપરછ કરી હતી પરંતુ કોઈ ભાળ ન મળતાં ગામના યુવાનોએ સોશિયલ મિડીયામાં બાળકીને ચારથી પાંચ અજાણી મહીલાઓ લઈ ગઇ છે તેવી વિગત સાથે ફોટો શેર કરતા ટંકારા પોલીસ ધટના સ્થળે પહોંચી હતી. પોલીસે તપાસ કરી ગણતરીની મિનિટોમાં જ ગુમ થયેલા માસુમ બાળકને શોધી માતા પિતા સાથે હેમખેમ મિલાપ કરાવ્યો હતો હતો.

- text