લાલપરની નવદીપ વિદ્યાલયમાં સૂર્ય નમસ્કાર સ્પર્ધા યોજાઈ

મોરબી : મોરબી તાલુકાના લાલપર ગામે આવેલી નવદીપ વિદ્યાલયમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ ધો. 1થી 10ના વચ્ચે સૂર્ય નમસ્કાર સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં દરેક ધોરણના બાળકોએ ઉત્સાહભેર ભાગ લઈને પોતાના શરીર કૌશલયને પ્રગટ કરવાનો અદભુત પ્રયત્ન કર્યો હતો. અલગ-અલગ ધોરણના કુલ 31 વિદ્યાર્થીઓએ 500થી વધુ સૂર્યનમસ્કાર કર્યા હતા. આ સ્પર્ધામાં ધો. 10ના બરાસરા ભાર્ગવ તથા ઠેબા આફતાબએ 576 સૂર્યનમસ્કાર કરીને સંયુક્ત રીતે શાળામાં પ્રથમ ક્રમાંક પ્રાપ્ત કર્યો હતો. આ ઉપરાંત, વિવિધ ધોરણના વિદ્યાર્થીઓએ પ્રથમ ત્રણ ક્રમાંક પ્રાપ્ત કરીને સફળતા મેળવી હતી. જે બદલ શાળાના આચાર્ય હર્ષદભાઈ કાવર અને શાળાના સ્ટાફે તમામ સ્પર્ધકોને સૂર્ય નમસ્કાર કરવા માટે ઉત્સાહ પૂરો પડ્યો હતો તથા અભિનંદન પાઠવ્યા હતા.