OMVVIM કોલેજ દ્વારા 31 ડિસેમ્બરની પ્રેરણાદાયી ઉજવણી

- text


પછાત વિસ્તારની સરકારી શાળાના બાળકોને શૈક્ષણીક કીટ અર્પણ કરી, બાળકોના હસ્તે કેક કાપી કરી ૩૧ ડીસેમ્બરની પ્રેરણાત્મક ઉજવણી કરી

મોરબી : વિવિધ પ્રકારની વિદ્યાશાખાનુ શિક્ષણ પ્રદાન કરતી મોરબીની નામાંકીત ઓમ.વી.વીઆઈએમ કોલેજના વિદ્યાર્થીઓએ ૩૧ ડીસેમ્બરની અનોખી ઉજવણી કરી હતી.

- text

માળીયા તાલુકાના ખારાવાંઢ ગામની પ્રાથમિક શાળામાં આ કોલેજના વિદ્યાર્થીઓએ પોતાના પોકેટ મનીમાંથી ભંડોળ એકત્રિત કરી માળીયા તાલુકાના ખારાવાંઢ ગામ ખાતે આવેલ પ્રાથમિક શાળાના બાળકોને શૈક્ષણીક કીટ અર્પણ કરી હતી. આ ઉપરાંત બાળકોના હસ્તે કેક કટીંગ કરાવી તેમને ચોકલેટ્સનુ વિતરણ કરવામા આવ્યુ હતુ. અત્રે ઉલ્લેખનીય છે કે આજનુ યુવાધન નવા વર્ષની ઉજવણી મોજશોખ તેમજ વૈભવી પાર્ટી યોજી કરે છે ત્યારે મોરબીની ઓમ.વી.વી.આઈ.એમ. કોલેજના વિદ્યાર્થીઓએ પછાત વિસ્તારના બાળકોને શૈક્ષણીક કીટ અર્પણ કરી પુરા થતા વર્ષની ઉજવણી કરી હતી જે ખરેખર પ્રશંસનીય છે. મોરબી ઓમવીવીઆઈએમ કોલેજના વિદ્યાર્થીઓના આ પ્રેરણાદાયી કાર્ય બદલ સંસ્થાના ટ્રસ્ટી સુમંતભાઈ પટેલ, ભવ્યદીપસિંહ જેઠવા, પ્રિન્સિપાલ ધર્મેન્દ્ર ભાઈ ગડેશિયા, ખારાવાંઢ પ્રાથમિક શાળાના શિક્ષકો અશોકભાઈ અવાડીયા, બ્રિજેશભાઈ કાનગડ, સંદીપભાઈ બાલાસરા સહીતનાઓએ વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવ્યા હતા.

- text