સર્વોપરી સ્કૂલમાં છાત્રોના જન્મદિવસ અને થર્ટી ફર્સ્ટની ભારતીય પરંપરા પ્રમાણે ઉજવણી

- text


મોરબી : આજે તા. 31 ડિસેમ્બરના રોજ મહેન્દ્રનગર ગામની ‘સર્વોપરી સ્કૂલ’માં વિદ્યાર્થીઓના જન્મદિવસ અને ન્યુ યર ઇવની ઉજવણી ભારતીય પરંપરા પ્રમાણે કરવામાં આવેલ હતી. જેનો મુખ્ય હેતુ “કઈં પણ કાપીને નહિ પણ કંઈક આપીને” ઉજવણી કરવાની ભાવના વિદ્યાર્થીઓમાં વિકસે તેવો હતો.

- text

તેથી, આજે વિદ્યાર્થીઓનો જન્મદિવસની તથા 31stની ઉજવણી વૈદિક મંત્રોચ્ચાર તેમજ ઋષિ પરંપરા મુજબ યજ્ઞ દ્વારા કરવામાં આવી. જેમાં ગાયનુ ઘી, કપૂર, ગાયના છાણ, ગુગળ, પવિત્ર લાકડા, હવન દ્રવ્ય જેવી આહુતિ આપવામાં આવી હતી.તેમજ તુલસી પૂજન દ્વારા નવા વર્ષના આગમનને વધાવ્યું હતું.આ યજ્ઞમાં વિદ્યાર્થીઓના વાલીઓએ પણ ભાગ લીધો હતો. તેમજ શાળા પરિવાર દ્વારા જન્મદિવસની ઉજવણી કરવાની શૈલીમાં નવી રાહ ચિંધવામાં આવી હતી. આ યજ્ઞ કરવા પાછળનો અન્ય હેતુ એ હતો કે જો બધા લોકો આવી રીતે જન્મદિવસની ઉજવણી કરે તો ભારતીય સંસ્કૃતિ પણ જળવાય રહે અને વાતાવરણ પણ સારું રહે. જેમ કે ગાયનુ ઘી તથા યોગ્ય હવન દ્રવ્ય સાથે આહુતિ આપવામાં આવે તો સો ગણી માત્રામાં ઓકિસજન વાયુ બને છે.
આ ઉપરાંત, આ યજ્ઞમાં વાલીઓ દ્વારા પોતના તથા બાળકોના જન્મદિવસની ઉજવણી યજ્ઞ કરીને કરીશું એવો સંકલ્પ કરવામાં આવ્યા હતા. તેમજ વાલીઓએ ઉમદા કાર્યક્ર્મના વખાણ કરી શાળાપરિવારને આવા કાર્યક્રમો દ્વારા બાળકોમાં શિક્ષણની સાથે સંસ્કારનુ પણ જતન થાય છે, તે માટે આભાર વ્યક્ત કર્યો હતો.

- text