મોરબીની સાર્થક વિદ્યામંદિરમાં 25મીએ તુલસી દિવસ ઉજવાશે

મોરબી : મોરબીના એલ.ઈ. કોલેજ રોડ પર આવેલ સાર્થક વિદ્યામંદિરમાં આગામી તા. 25 ડિસેમ્બરના રોજ ક્રિસમસના દિવસે તુલસી દિવસ ઉજવાશે. જેના અંતર્ગત સવારે 8 વાગ્યથી સાંજે 5 વાગ્યા સુધી વિવિધ કાર્યક્રમો યોજાશે. જેમાં સૌ પ્રથમ તુલસી પૂજન કરવામાં આવશે. બાદમાં તુલસી પર વક્તવ્ય, સાંસ્કૃતિક કાર્યક્રમો, સમાજના શ્રેષ્ઠીઓ/સંસ્થાઓનું સન્માન, નિ:શુલ્ક સુવર્ણપ્રાશન, તુલસીના રોપા-માંજરનું વિતરણ સહિતના કાર્યક્રમો રાખવામાં આવ્યા છે. ફૂડ ઝોનની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. આયોજકો દ્વારા શહેરીજનોને વિવિધ કાર્યક્રમોનો લાભ લેવા આમન્ત્રણ પાઠવવામાં આવ્યું છે.