લોન્ચિંગ માટે સજ્જ : રેડી.. સ્ટેડિ.. ગો..

મોરબી : આ તસવીર જોતા પ્રથમ દ્રષ્ટિએ તો એવું જ લાગે કે જાણે કોઈ મિસાઈલ લોન્ચ થઈ રહી છે. અથવા તો જાણે કોઈ પ્લેન પોતાનો રન પૂરો કરીને ટેક ઓફ કરવાની તૈયારીમાં હોય. હકીકતમાં આ એક અકસ્માત છે જે મોરબી માર્કેટિંગ યાર્ડમાં બન્યો હતો. જેમાં એક પિકઅપ વાન કપાસની બોરીથી ઓવરલોડ હતું. ત્યારે અચાનક આગળથી ઊંચું થઈ ગયું હતું. આ વેળાએ ડ્રાઇવરને પણ કૂદકો મારીને નીચે ઉતરવું પડ્યું હતું. આ ઘટનાએ થોડી વાર માટે માર્કેટિંગ યાર્ડમાં રમુજનું વાતાવરણ સર્જ્યું હતું.