મોરબીના યુવાનો જોગ : સુરેન્દ્રનગરમાં શુક્રવારે મેગા જોબફેર

- text


મોરબી : નિયામક, રોજગાર અને તાલીમના નિયંત્રણ હેઠળની જિલ્લા રોજગાર કચેરી મોરબી તેમજ જિલ્લા રોજગાર કચેરી સુરેન્દ્રનગરના સંયુક્ત ઉપક્રમે તા. ૨૦/૧૨/૨૦૧૯ ના રોજ સવારે ૧૦:૦૦ કલાકે મહિલા આઇટીઆઇ, જૂની ટેકનિકલ હાઇસ્કૂલ પાસે, 60 ફૂટ રોડ, શિવ હોટલ રોડ, સુરેન્દ્રનગર ખાતે ક્લ્સટર મેગા જોબફેરનું આયોજન કરવામાં આવેલ છે.

- text

આ જોબફેરમાં મોરબી જિલ્લાઓના /સુરેન્દ્રનગર જિલ્લાના ખાનગી ક્ષેત્રોના વિવિધ નોકરીદાતાઓ ઉપસ્થિત રહીને વિનામુલ્યે પસંદગીની કાર્યવાહી કરશે. જેથી, ખાનગી ક્ષેત્રે નોકરી મેળવવા ઇચ્છુક, નોન મેટ્રીક/એસએસસી/એચએચસી/ આઇટીઆઇ /સ્નાતક વગેરેની લાયકાત ધરાવતા તથા ૧૮ થી ૩૫ વર્ષની ઉંમર ધરાવતા ઉમેદવારોએ, તેમના તમામ શૈક્ષણિક લાયકાતના પ્રમાણપત્રો, શાળા છોડ્યાનું પ્રમાણપત્ર, પાસપોર્ટ સાઇજના ફોટોગ્રાફ, બાયોડાટા વગેરે સાથે સ્વખર્ચે ભરતીના સ્થળે, નિયત સમયે અને તારીખે અચુક ઉપસ્થિત રહેવું. રોજગાર વિનિમય કચેરી ખાતે નામ નોંધણી નહી કરાવેલ ઉમેદવારો પણ હાજર રહી શકશે તેમ જિલ્લા રોજગાર અધિકારી મોરબીની યાદીમાં જણાવામાં આવ્યું છે.

- text