ટંકારાના નાના ખીજડિયા ગામે કુવામાંથી અજાણ્યા પુરુષની લાશ મળી

પોલીસે ડેડબોડીને પીએમ અર્થે ખસેડી વધુ તપાસ હાથ ધરી

ટંકારા : ટંકારા તાલુકાના નાના ખીજડિયા ગામે આવેલ કુવામાંથી એક અજાણ્યા પુરુષની કોહવાયેલી હાલતમાં લાશ મળી આવી છે. જો કે લાશ અતિ કોહવાયેલી હોવાથી હાલના તબક્કે મૃતકની ઓળખ મળી નથી. હાલ પોલીસે ડેડબોડીને પીએમ અર્થે હોસ્પિટલમાં ખસેડી આ બનાવ અંગે સઘન તપાસ હાથ ધરી છે.

આ બનાવની પ્રાપ્ત વિગતો મુજબ ટંકારા તાલુકાના નાના ખીજડિયા ગામે આવેલ કુવામથી એક અજાણ્યા પુરુષની કોહવાયેલી હાલતમાં લાશ મળી આવી હતી. આ લાશ 3 થી 4 દિવસ સુધી કૂવામાં પડી હોય અને આજે લાશ કુવામાંથી તરતી મળી આવી હતી. આ બનાવની જાણ થતાં ટંકારા તાલુકા મામલતદાર પંડ્યા અને ટંકારા પોલિસ કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો અને કુવામાંથી ડેબોડીને બહાર કાઢીને પીએમ અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે. આ બનાવ ત્રણ દિવસ પહેલાનો હોય લાશ અતિ કોહવાયેલી હાલતમાં હોવાથી હાલના તબક્કે મૃતકની ઓળખ મળી શકી નથી. આથી ટંકારા પોલીસે હાલ આ બનાવની નોંધ કરી મૃતકની ઓળખ મેળવવા અને બનાવનું સાચું કારણ જાણવા ગહન તપાસ હાથ ધરી છે.