મોરબી પિડીયાટ્રીક્સ એસો.ને રાજ્ય કક્ષાનો બેસ્ટ બ્રાંચ એવોર્ડ એનાયત

- text


પિડીયાટ્રીક્સ એસો.એ વિવિધ શ્રેષ્ઠ કામગીરી કરી આ એવોર્ડ મેળવીને મોરબીનું ગૌરવ વધાર્યું

મોરબી : તાજેતરમા ઉદયપુર ખાતે બાળરોગના નિષ્ણાંત તબિબો ( પિડીયાટ્રીશિયન્સ)ની ગુજરાત રાજ્ય કક્ષાની કોન્ફોરન્સ BANAS GIAPCON યોજાઈ હતી. જેમા મોરબી એ.ઓ.પી. બ્રાંચને શ્રેષ્ઠ કામગીરી બદલ રાજ્ય કક્ષાએ બેસ્ટ બ્રાંચ એવોર્ડ એનાયત કરવામા આવ્યો છે. વિવિધ કામગીરી બદલ આ એવોર્ડ મેળવીને મોરબી પિડીયાટ્રીક્સ એસો.એ મોરબીનું ગૌરવ વધાર્યું છે.

- text

મોરબી એશોસિયેશન ઓફ પિડીયાટ્રીક્સના પ્રેસિડન્ટ ડો. દીનેશ પટેલ, સેક્રેટરી ડો. મનિષ સનારીયા તેમજ ટ્રેઝરર ડો. સંદીપ મોરીએ આ એવોર્ડ મળવા અંગે જણાવ્યુ હતું કે , આ એવોર્ડમા સામાજીક સેવાઓ, ફ્રી નિદાન કેમ્પ, ફ્રી સેમિનાર, સ્ટાફ તાલીમ, સગર્ભા સ્ત્રીઓ માટે ગર્ભ સંસ્કાર સેમિનાર, ચાઈલ્ડ પેરન્ટીંગ વર્કશોપ, હેલ્ધી બેબી કોમ્પીટીશન, સ્માર્ટ બેબી કોમ્પીટીશન, એમ.આર. રસીકરણ ઝુંબેશમા આપેલ યોગદાન, આરોગ્ય વિષયક સરકારી કાર્યક્રમોમા યોગદાન, ગ્રામીણ વિસ્તારમા આરોગ્ય વિષયક જન જાગૃતિ કાર્યક્રમો તેમજ શાળા કક્ષાએ યોજેલ વિવિધ સેમિનાર સહીતના માપદંડોને આધારે આ એવોર્ડ એનાયત કરવા મા આવે છે. ત્યારે મોરબી બ્રાંચને સમગ્ર ગુજરાત રાજ્યમા બેસ્ટ બ્રાંચનો એવોર્ડ મળતા મોરબીના તબીબોએ રાજ્ય કક્ષાએ મોરબીનુ ગૌરવ વધાર્યુ છે. મોરબીના તબિબો દ્વારા સમાજીક જવાબદારી તેમજ જન જાગૃતિ ક્ષેત્રે કરેલ ઉત્કૃષ્ઠ કામગીરીનુ આ પરિણામ છે. મોરબી એ.ઓ.પી. બ્રાંચને મળેલ આ એવોર્ડ બદલ ચોમેર થી શુભેચ્છાઓની વર્ષા થઈ રહી છે.

અત્રે નોંધનીય છે કે , સમગ્ર વિશ્વમા મોરબી એક એવુ શહેર છે કે ,જ્યાં પ્રવર્તમાન ડીસેમ્બર માસમા કોમનમેન ફાઉન્ડેશન દ્વારા આદર્શ માતા કસોટીનુ અનેરુ આયોજન થઈ રહ્યુ છે.આ કસોટીમા બાળકની માતાઓની ત્રીસ્તરીય કસોટી દ્વારા મુલ્યાંકન કરવામા આવી રહ્યુ છે જેમા લાખોના ઈનામોની વણઝાર કરવામા આવશે. આ કસોટીમા મોરબી એ.ઓ.પી. ના તબિબો પોતાનો અનન્ય સહયોગ આપી રહ્યા છે.

- text