મોરબીના બેલા ગામ પાસે કાર નાલામાં ખાબકી : કારમાં સવાર બન્નેનો આબાદ બચાવ

- text


મોરબી : મોરબીના બેલા ગામ પાસે આજે સવારે પસાર થઈ રહેલી કાર અચાનક જ બેલા ગામ પાસેના નાલામાં ખાબકી હતી. જો કે આ ગંભીર અકસ્માતમાં બનાવમાં કારમાં બેઠેલા બંને યુવકોનો આબાદ બચાવ થયો હતો.

- text

આ બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર મોરબી તાલુકાના બેલા ગામ પાસે આજે સવારે 7 વાગ્યાની આસપાસ પાસે સ્વિફ્ટ કાર નં. જી.જે.16બી.બી.4579 પસાર થઈ રહી હતી તે સમયે કાર ચાલકે કોઈ કારણોસર સ્ટિયરિંગ પરથી કાબુ ગુમાવતા કાર અચાનક બેલા ગામ પાસે સોમનાથ હોટલ પાસે આવેલા એક ખુલ્લા નાલામાં ખાબકી હતી. આ બનાવની જાણ થતાં સ્થાનિક લોકો ઘટના સ્થળે દોડી ગયા હતા અને બાદમાં કારમાં બેઠેલા બંને યુવકો તેજસભાઈ રાજેશભાઈ રાવલ તથા દિપકભાઈ ચંદુભાઈ પરમારનો કારમાંથી હેમખેમ બહાર નીકળી જતા બન્નેનો આબાદ બચાવ થયો હતો. જેથી, સદભાગ્યે જાનહાની ટળી હતી બાદમાં નાલામાં ખાબકેલી કારને ક્રેઇનની મદદથી બહાર કાઢવામાં આવી હતી.

- text