ગુજરાત રાજ્ય યુવક બોર્ડ દ્વારા મોરબીમાં યુવા નીતિનો વર્કશોપ યોજાયો

- text


મોરબી : મોરબી જિલ્લામાં ગુજરાત રાજ્ય યુવક બોર્ડ દ્વારા યુવા નીતિનો વર્કશોપ યોજવામાં આવ્યો હતો. ગુજરાત સરકાર તરફથી જેમાં યુવા નિતિ એટલે કે યુથ પોલીસી બનાવવામાં આવી છે. યુવાનો પોતાના વિચારો રજુ કરે તેના માટે વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ગુજરાત રાજ્ય યુવક બોર્ડની state ટીમમાંથી ડૉ. શ્રેયાંસ ભાઈ કયસ્થ અને ગુજરાત રાજ્ય યુવક બોર્ડના સહ ઝોન સંયોજક સુખદેવભાઈ દેલવાડીયા હાજર રહ્યા હતા. ડો. શ્રેયાંશભાઈ દ્વારા યુવાનોને યુવાનીતી વિષય વિશે માહિતી આપવામાં આવી હતી. ત્યારબાદ યુવાનોના સૂચન લેવામાં આવ્યા હતા. મોરબીની દરેક કોલેજના વિદ્યાર્થીઓ અને યુવાનોએ વર્કશોપમાં હાજર રહી પોતાના વિચારો રજૂ કર્યા હતા. આ વર્કશોપનું આયોજન મોરબીની ઓમ વીવીઆઇએમ કોલેજમાં કરવામાં આવ્યું હતું.જેમાં ૧૫૦ જેટલા યુવાનો હાજર રહ્યા હતા. હજુ પણ યુવાનોને પોતાના વિચારો રજૂ કરવા હોય તો આ [email protected] ઇમેલ આઇડી ઉપર મેઈલ કરી શકે છે. આ વર્કશોપનુ આયોજન ગુજરાત રાજ્ય યુવક બોર્ડ મોરબી જિલ્લા સંયોજક વિવેક જે. કવૈયા, મોરબી તાલુકા સંયોજક ધ્યાનેશ્ભાઇ રાવલ, દિપેશભાઈ સોનગરા, હિમાશુંભાઇ પરમાર, યોગેશભાઈ સોનાગરા દ્વારા કરવામાં આવ્યુ હતુ.

- text