મોરબીમાં આવતકાલે ખેલ મહાકુંભના વિજેતાઓને પ્રમાણપત્ર અને ઇનામ વિતરણ

- text


મોરબી : ગુજરાત સરકારના રમત-ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ, ગાંધીનગરના ઉપક્રમે જિલ્લા રમત-ગમત અધિકારીની કચેરી – મોરબી દ્વારા ચાલુ વર્ષે યોજાયેલ ખેલ મહાકુંભ – 2019માં જિલ્લા કક્ષાની વિવિધ રમતોની સ્પર્ધાઓના વિજેતા ખેલાડીઓને પ્રમાણપત્ર અને ઇનામ વિતરણ કરવા માટે કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ છે. મોરબીમાં પોલીસ પરેલ ગ્રાન્ડ ખાતે આવતીકાલે તા. 14 ડિસેમ્બરના રોજ સવારે 9 કલાકે યોજવામા આવશે. આ કાર્યક્રમનું ઉદ્ઘાટન ગુજરાત જળ સંપત્તિ વિકાસ નિગમના અધ્યક્ષ ડો. ભરતભાઈ બોઘરા દ્વારા કરવામાં આવશે. કાર્યક્રમમાં અતિથિ વિશેષ તરીકે જિલ્લા પંચાયતના પ્રમુખ, નગરપાલિકાના પ્રમુખ તથા સાંસદો અને ધારાસભ્યો ઉપસ્થિત રહેશે.

- text