મોરબી : IRDAIના નવા રેગ્યુલેશનો સર્વેયર એસો. દ્વારા વિરોધ, આંદોલનની ચીમકી

- text


ગ્રાહકોના હિત જોખમાશે અને સ્વતંત્ર સર્વેયરોની નિમણૂકને મર્યાદિત કરી દેવાના પ્રયત્નો કરવામાં આવશે તો લડતના મંડાણ કરવાની ચીમકી

મોરબી : વીમાક્ષેત્રની નિયામક સંસ્થા ઇન્સ્યોરન્સ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઑથોરિટી ઓફ ઇન્ડિયા (IRDAI)ખુબજ ટૂંકા ગાળામાં એવું રેગ્યુલેસન લાવી રહી છે કે જેના કારણે માત્ર જનરલ ઇન્સ્યોરન્સ કંપની જ નહીં ઓટોમોબાઈલ ઉદ્યોગ અને ભારતીય અર્થવ્યવસ્થામાં મોટું તોફાન સર્જાવાની ભીતિ છે. જો આના કારણે ગ્રાહકોના હિત જોખમાશે અને સ્વતંત્ર સર્વેયરોની નિમણૂકને મર્યાદિત કરી દેવાના પ્રયત્નો કરવામાં આવશે તો દેશ વ્યાપી આંદોલન ઉભું કરવાની મોરબી – રાજકોટ સર્વેયર એસો. દ્વારા ચીમકી ઉચ્ચારવામા આવી છે.

મોરબી સર્વેયર એસો.પ્રમુખ દીપ વ્યાસના જણાવ્યા મુજબ રેગ્યુલેશન 2019 નો એક્સપોઝર ડ્રાફ્ટ લાગતા વળગતા લોકો ને અભિપ્રાય માટે મોકલી આપ્યો છે. ઇરડાએ નવા પ્રાવધાન પ્રમાણે ટ્રેનિંગ વગર સર્વેયરને કામકાજ આપશે. આનું કારણ આપતા ઇરડા એ જણાવ્યું છે કે સર્વેયરો ઓછા છે, પણ હકીકત ઉલટી છે. ઘણા બધા સર્વેયરો પાસે કામકાજ પૂરતું નથી અથવા તો પોતાના ઘર ખર્ચ કે ઓફીસ ખર્ચ જેટલું પણ કામ મળતું નથી એ પણ એટલુંજ સત્ય છે.

આવું કરવાનું કારણ એટલું જ છે કે સ્વતંત્ર સર્વેયર પોતાની રીતે દાવાનું આંકલન કરતા હોય છે અને ઘણા અનુભવી હોવાથી તેઓ વીમા કંપનીના અધિકારી કહે તેમ નહીં પણ ન્યાયોચિત અને સાચો રિપોર્ટ આપતા હોય છે અને એટલે જ નફો કરવા ઇચ્છતી વીમા કંપનીઓના ઈશારે આ પ્રાવધાન આવી રહ્યું છે તેમ લાગી રહ્યું છે જે જાહેર હિતમાં નથી, અને એના કારણે જે શિક્ષિત અને ક્વોલિફાઇડ સર્વેયર છે તેઓ પકોડા તળવા માટે મજબૂર થવાના છે.

અત્યાર સુધી જે કોઈ દાવા હોય છે તેમાં લગભગ 75% વળતરના દાવા 50000 થી ઓછા હોય છે . ઇરડાના રેગ્યુલેશનના કારણે વીમાધારકોને વીમા કંપનીના અપ્રશિક્ષિત કે વીમાકંપનીનું કે પોતાનું હિત ધરાવતા વ્યક્તિના રેહમો કરમ હેઠળ દાવાની પતાવટ માટે તૈયાર રહેવું પડશે અને આના કારણે ગ્રાહકોને જ વેઠવું પડશે એ સનાતન સત્ય છે. હાલમાં પ્રાઇવેટ વીમા કંપનીઓ પોતાના કર્મચારી પાસે સર્વે કરાવે છે. 50000 સુધી તો તેઓ કરતા જ હતા પણ ઘણા બધા કેશોમાં એવું માલુમ પડ્યું છે કે તેઓ 1 લાખથી વધુ દાવાની રકમ હોય છતાં તેઓ સર્વે કરે છે અને ઇરડાને ફરિયાદો કરવામાં આવી છે છતાં ઇરડા એવી કંપનીઓ પર કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી.

- text

વીમો ગ્રાહક પોતાને થતાં નુકશાન સામે વળતર મળી રહે અને સુરક્ષા મળી રહે તે માટે લેતા હોય છે, ગ્રાહકોને નિષ્પક્ષ પણે ન્યાય મળે, વળતર મળે એ હેતુથી જ નીસપક્ષ સર્વેયર નું પ્રાવધાન કાયદામાં હતું. સર્વેયરને તેના અનુભવ અને એજ્યુકેશન પ્રમાણે A,B,C કેટેગરી માં વર્ગીકૃત કર્યા હતા અને તેના આધારે વીમા કંપનીઓ તેમને દાવા ઓ ના વળતર માટે અધિકૃત કરતા હતા. પરંતુ નવા પ્રાવધાન પ્રમાણે આ બધુજ ઇરડા ખતમ કરવા માંગે છે જેના કારણે વીમા કંપનીઓના કર્મચારી સર્વે કરશે અને તેઓ વીમા કંપની ના ફાયદા માટે ગમે તે કરી શકશે કારણ કે કર્મચારી હોવા થી જે તે નોકરિયાત સર્વેયર જેટલું ઓછું વળતર આપશે તે પ્રમાણે જે તે નોકરિયાત સર્વેયર ને ઇનસેન્ટિવ અને લાભો મળશે. આમ ગ્રાહક અને જનતાના હિતમાં, માત્રને માત્ર સ્વતંત્ર અને નિસપક્ષ સર્વેયર છે નહીં કે કર્મચારી સર્વેયર. ગ્રાહક પણ પોતાની રીતે સ્વતંત્ર સર્વેયર ની નિમણૂક કરી શકે છે પરંતુ આવા કિસ્સામાં જે તે વીમા કેશલેશ સુવિધા પૂરી નથી પડતી, જેના કારણે ગ્રાહકે વધુ મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે અને છેલ્લે ગ્રાહક વીમા કંપનીના શરણે થઈ જાય છે

ઇરડા બનાવવાનો મુખ્ય હેતુ વીમા ધારકોના હિતની જાળવણી અને તેમને સુરક્ષાની બાંહેધરી, વીમા કંપનીઓને જાહેર જનતા સુધી પહોંચાડી વીમાનો વ્યાપ વધારી પ્રીમિયમ વધારવાનો હતો..પણ આજે એ બધું એક પક્ષીય થઈ રહ્યું છે તે જણાઈ આવે છે. સરકારી વીમા કંપની ઓ નું પ્રીમિયમ ઘટી રહ્યું છે અને પ્રાઇવેટ વીમા કંપનીઓ ઓ તગડો નફો ઘર ભેગી કરી રહી છે તે હકીકત છે તેમ મોરબી રાજકોટ સર્વેયર એસોસિએશનની યાદી જણાવે છે.

- text